Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

રાત્રી ફરજ બજાવનારાઓ માટે ગરમા ગરમ નાસ્તાની સેવા

નેપલ પીઝા અને સહકાર ગ્રુપ દ્વારા દરરોજ પીઝા, ફેન્કી, ચાઇનીઝ ભેળ સહીતની વસ્તુઓ તૈયાર કરવામાં આવી રહી છે

રાજકોટ : લોકડાઉન વચ્ચે કપરી પરિસ્થિતીમાં રાત્રી ફરજ બજાવનાર પોલીસ કર્મચારીઓ, વોર્ડન, નર્સીંગ સ્ટાફ અને સફાઇ કામદારોને ગરમા ગરમ નાસ્તો પહોંચાડવાની સેવા નેપલ પીઝા અને સહકાર ગ્રુપના સંયુકત ઉપક્રમે હાથ ધરાઇ છે. કાલાવડ રોડ પર આવેલ નેપલ પીઝાના પ્રોપ્રાયટર સંદીપ બગથરીયા, યોગેશ બગથરીયા, પંકજ સોરઠીયાની રાહબરી હેઠળ દરરોજ પીઝા, ફેન્કી, ચાઇનીઝ ભેળ સહીતની વસ્તુઓ તૈયાર કરીને જુદા જુદા વિસ્તારોમાં રાત્રી ફરજ બજાવનારાઓને વેન મારફત પહોંચતી કરવામાં આવી રહી છે. આ સેવા અભિયાનમાં સહકાર ગ્રુપના પ્રમુખ પિન્ટુભાઇ ખાટડી અને ઉપપ્રમુખ સંદીપ બગથરીયા તેમજ સભ્યો અને અન્ય સહયોગીઓ ઉત્સાહભેર સેવા આપી રહ્યા છે. (તસ્વીર : પ્રિન્સ બગથરીયા)

(3:41 pm IST)