Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

આવતીકાલે રામનવમી પ્રસંગે

'પ્રભુ રામ પૃથ્વી પર અવતરણ કરે છે'

ખરેખર

વિચારો માં વિહાર કરતા કરતા..

અહેસાસ થાય છે કે આટલું બધું પરિવર્તન કેમ આવ્યું ?

ભગવાન શ્રી રામ નું નામ તો જનમ્યા ત્યારથી લઇએ છીએ.

પરંતુ પ્રભુએ અવતરણ કરવાનો નિશ્યય કર્યો લાગે છે.

કારણકે હાલ Globally detoxification થઈ રહ્યું તેમ અનુભવાય છે.

અયોધ્યામાં મંદિરમાં પ્રતિષ્ઠાન વિધિ ના થોડા સમય પહેલા સમસ્ત વિશ્વનું શુદ્ઘિકરણ થઈ રહયું હોય એવું લાગે છે ?

૧૪ વર્ષ નો વનવાસ ખરેખર એ કાળ ના હિસાબે ૧૪૦૦ વર્ષ હશે ? ?

૭૦૦+૨૦૦ વર્ષ વિધર્મીઓએ વિતાવ્યા અને જન્મભૂમિ વિશે નો ચુકાદો ૧૪૦ વર્ષે કેમ આવ્યો ?

કલ્પના તો કરો !!!

સમગ્ર ધરતી પર પ્રથમ વખત લાખો ની સંખ્યામાં હવાઈ સેવા બંધ, લાખો ટ્રેનો બંધ, કરોડોની સંખ્યામાં વાહનો બંધ, પ્રદુષણ ઓકતા કારખાનાઓ સુમસામ. બધુંયે એકસાથેે બંધ ? અને તે પણ દિવસો સુધી

અબજો ની સંખ્યામાં લોકો પણ ઘરમાં.. !

આવી કલ્પના કયારેય કોઈને પણ આવી ?

કે સમગ્ર સૃષ્ટિનું નવસર્જન થઈ શકે ? ?

અત્યારે માર્ચના અંત માં ૪૦+ ડિગ્રી ગરમીથી લોકો ત્રસ્ત હોય છે. ત્યારે તમે

આજે બહાર વાતાવરણમાં આપણે મીઠી શીતળતા ને અનુભવીએ છીએ ?

આકાશ સ્વચ્છ છે. હવા સ્વચ્છ વહે છે.

પાણી નિર્મળ દેખાય છે,

ઘોંઘાટમાં થી મુકિત લાગે છે.

જંગલો, ઝાડ પાન, નવપલ્લવિત ભાષે છે.

પક્ષીઓનો ચહેકાટ સંભળાય છે.

પશુઓની ચહલપહલ તેમજ પ્રાણીઓને મુકિત મળી તેવું જણાય છે.ઙ્ગ

આ બધા પરિબળો સાથે ઘરેઘર માં રામાયણ સિરિયલ નું પુનઃપ્રસારણઙ્ગ

હાં પરિવર્તન અનુભવાય છે.

હજારો વર્ષ જુની આપણી સંસ્કૃતિ ફરી પાછી આપણને વિશ્વગુરુ તરીકે સ્થાપીત કરવા જઇ રહી છે...

આવનારા મંગલ સમય ની છડી પોકારે છે.

'પ્રભુ પૃથ્વી પર અવતરણ કરે છે.'

વિચારો માં વિહરતા.

આલેખન : પ્રકાશ રાયજાદા (રાજકોટ - મો. ૯૮૨૫૨ ૩૬૩૬૫)

(3:40 pm IST)