Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

રાજકોટ જેલમાં રહેલા ૪૭ કેદીઓને જેલ મુકત કરાયાઃ તમામનું હેલ્થ સ્કેનીંગઃ રાશન કીટ સાથે સરકારી વાહનમાં ઘર સુધી પહોંચાડીયા

કોરોના વાયરસની ગંભીરતાને ધ્યાને લઇ સુપ્રિમ કોર્ટના આદેનુસાર જીલ્લા સતા મંડળના પ્રયાસથી

રાજકોટઃ જેલમુકત થયેલા કેદીઓ રાશન કીટ સાથે નજરે પડે છે.

રાજકોટ તા. ૧: હાલમાં સમગ્ર વિશ્વ તથા ભારત દેશમાં COVID-19 કોરોના વાયરસ પ્રસરી રહેલ છે જેની ગંભીર અસર ગુજરાત રાજયમાં પણ વર્તાઇ રહેલ છે જે અંતર્ગત સુપ્રીમ કોર્ટ સુઓમોટો રીટ પિટીશન નં-૧/ર૦ર૦ અન્વયે હાઇપાવર કમિટી દ્વારા તા. ર૪/૦૩/ર૦ર૦ના રોજ લેવાયેલ નિર્ણય અન્વયે અધિક્ષક રાજકોટ મધ્યસ્થ જેલ તથા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ રાજકોટના સહિયારા પ્રયાસથી રાજકોટ મધ્યસ્થ જેલમાં રહેલ કલમ-૧રપ હેઠળ સાદી કેદની સજા પામેલ ભરણ પોષણના કેદીઓ તેમજ માઇનોર ગુન્હાના કાચા કામના આરોપીઓને જેલ મુ઼કત કરવા માટે ચીફ જયુડીશલ મેજીસ્ટ્રેટશ્રી રાજકોટ દ્વારા રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે તા. ર૯/૩૦-૦૩-ર૦ર૦ના રોજ કોર્ટ સીટીંગનું આયોજન કરવામાં આવેલ.

આ કામે કલમ-૧રપ હેઠળના ભરણ પોષણના-૩૬ કેદીઓ તથા માઇનોર ગુન્હાના કાચા કામના-૧૧ આરોપીઓ મળી કુલ-૪૭ કેદીઓને વચગાળાની રજા મંજુર કરી જાત મુચરકા ઉપર જેલ મુકત કરવામાં આવેલ છે. જેલ મુકત થતા તમામ કેદીઓનું રાજકોટ મધ્યસ્થ જેલ દવાખાનાના મેડીકલ ઓફીસરશ્રી દ્વારા હેલ્થ સ્કેનીંગ કરવામાં આવેલ છે. જેલ મુકત થતા કેદીઓ કે જેઓ રાજકોટ શહેર બહારના હોય તેઓને તથા રાજકોટ શહેરના કેદીઓને અત્રેની કચેરીના સરકારી વાહનમાં તેમના રહેણાંક ખાતે તેમના વાલી વારસનાઓને સોંપવામાં આવેલ છે.

ઉપરોકત વિગતના કેદીઓ જેલ મુકત થતા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ રાજકોટના ફુલ ટાઇમ સેક્રેટરી શ્રી હરેશભાઇ આર. જોટાણીયાનાઓ દ્વારા BAPS સંસ્થા રાજકોટના પુજય અપુર્વ મુની સ્વામીનાઓના સહયોગથી તમામ કેદીઓને રાશનની કીટનું વિતરણ કરવામાં આવેલ છે.

(3:38 pm IST)