Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

કાનુડા મિત્ર મંડળની અવિરત સેવાને બિરદાવતા ધારાસભ્ય ગોવિંદ પટેલ

રાજકોટઃ ગુંદાવાડી કેવડાવાડી ખાતેના યુવાનો દશેરા હોઇ, જન્માષ્ટમી હોય કે દિવાળી આ સમય દરમ્યાન હજારો ગરીબ કુટુંબોને આ તયોહાર આનંદે ભેટ ઉજવવા માટે વર્ષોથી કીટ અને ફરસાણનું વિતરણ કરીને ગરીબ લોકોના આશીર્વાદ મેળવી રહ્યા છે. કેતનભાઇ ઠુંમરની આગેવાની હેઠળ પ્રધાનમંત્રીશ્રી  નરેન્દ્રભાઇ મોદી તથા મુખ્યમંત્રીશ્રી  વિજયભાઇ રૂપાણીની અપીલને ધ્યાને લઇને હિતેશ ડોબરીયા, શૈલેષભાઇ, જેનીલ રૈયાણી, ઉમેશ ભૂત, હિતશ ગોરીયા, પ્રદીપ ઉનડકટ, ધર્મેશ ડોડીયા, મુન્નો મેવાડા, ચિરાગ વઢીયા, સમીર વઘાસીયા, સહિતના ૮૦ જેટલા યુવાનો છેલ્લા છ દિવસથી રોજની ૭૦૦ થી ૧૦૦૦ કીટ બનાવીને જરૂરીયાતમંદ લોકોને પહોચાડી રહ્યા છે. જેમાં ૧૭ કિલો પ૦૦ ગ્રામની કુલ કીટ બનાવીને આપવામાં આવે છે. આ મંડળના કામને ધ્યાને લઇને દાતાઓ ઉદાર હાથે જોઇતી સામગ્રી માંગ્યા પ્રમાણે મોકલી આપે છે. આ કિટમાં ઘઉંનો લોટ પ કિલો, તેલ ૧ કિલો, જીરાસર પોણા ર કિલો, તુવેર દાળ ૧ કિલો, મગ ૧ કિલો, ચણા, ૧ કિલો, ચા ભુકી પ૦૦ ગ્રામ, ચણાનો લોટ ૧ કિલો, ખીચડી ૧ કિલો, નમક ૧ કિલો, ડુંગળી ૧ કિલો, બટાકા ૧ કિલો, આમ કુલ ૧૭ કિલો પ૦૦ ગ્રામની એક કીટ એક કુટુંબને આપવામાં આવે છે. દાતાઓની સખાવતને ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

(3:35 pm IST)