Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

લગ્નજીવનના ૩૨ વર્ષ બાદ સંપૂર્ણ સમય પરિવારજનો સાથે મળ્યો, ધ્યાન-પૂજાપાઠ-ટીવી કાર્યક્રમો નિહાળુ છું : ધનસુખ ભંડેરી

મિત્રો-કાર્યકરો-સગાસંબંધીઓ સાથે લાઇવ સંપર્ક : પુત્ર-પુત્રીના લગ્નની સીડી નિહાળી

રાજકોટ : સામાન્ય રીતે રાજકીય આગેવાનોને પરિવારજનો સાથે સમયગાળવાનો સમય ખૂબ ઓછો મળતો હોય છે. પરંતુ હાલના સમયમાં ફરજીયાત ઘરમાં જ રહેવાની ફરજ પાડવામાં આવી છે ત્યારે ગુજરાત મ્યુનિસીપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઇ ભંડેરી પણ હાલમાં સંપૂર્ણ સમય પરિવારજનો સાથે વિતાવી રહયા છે.

તેઓ કહે છે કે અમારા લગ્નજીવનના ૩૨ વર્ષ પૂર્ણ થયા છે, પરંતુ હું મારા પરિવારજનો માટે સમય ફાળવી શકયો નથી. હાલમાં હું અને મારા ધર્મપત્ની બન્ને નિયમીત વ્હેલાસર ઉઠી જઇએ છીએ. પૂજાપાઠ કરી, ધ્યાન કર્યા બાદ ઘરમાં જ વોકીંગ કરૂ છું. બાદ ફોનથી મિત્રો, સગાસંબંધીઓ, કાર્યકરોની ખબરઅંતર પુછી લઉ છું. કાર્યકરો સાથે સતત લાઇવ સંપર્કમાં રહુ છું.

ધનસુખભાઇ ભંડેરી, શ્રીમતિ કૈલાશબેન ભંડેરી, પિતા ચુનીભાઇ ભંડેરી અને માતા લાભુબેન ભંડેરી સાથે દીકરા-દીકરીના લગ્નની સીડી નિહાળી હતી. આ ઉપરાંત ન્યુઝ, ધાર્મિક સિરીયલો પણ નિહાળી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે ધનસુખભાઇના પુત્ર રોહન જે હાલમાં અમેરિકાના કેલીફોર્નિયામાં રહે છે જયારે દિકરી દેવશ્રીના તાજેતરમાં જ લગ્ન થયા છે.

તસ્વીરમાં ધનસુખભાઇ ભંડેરી સાથે ધર્મપત્ની કૈલાશબેન નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:32 pm IST)