Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

કાલે ઘરે બેઠા રામનવમી ઉજવો : દ્વારે દીવડા પ્રગટાવજો

સામુહિકના બદલે પારીવારિક આયોજન : જપ, પૂજન, સ્તુતિ, દીપ પ્રાગટય કરવા અને બીજાને પ્રેરિત કરવા વિહિપની અપીલ

રાજકોટ તા. ૧ : આવતીકાલે ચૈત્ર સુદ નવમીનો પવિત્ર દિવસ એટલે રામ નવમી મર્યાદાપુરૂષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ સ્વરૂપે સંપૂર્ણ સમાજ ખુબ જ ઉત્સાહ અને ઉલ્લાસથી રામ નવમી ઉજવે છે.

સમગ્ર વિશ્વ ઉપર આવી પડેલ મહામારી કોરોનાવાયરસની સ્થિતિની મર્યાદાને કારણ આ વર્ષે રામ નવમી નો સામૂહિક આયોજન સંભવ નથી. પણ ભગવાન શ્રીરામના સંદેશ બધી જ પરિસ્થિતિઓને સામનો કરવામાં આપણને સક્ષમ બનાવે છે.

એટલા માટે જ રામ નવમીના પવની ઉજવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ એ થોડું પરિવર્તન કરી પારિવારિક સ્વરૂપે અત્યંત ઉત્સાહની સાથે આ પર્વ મનાવવું જોઈએ તેવું દેશના પૂજય સંતો અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર સમાજને રામનવમી ઉજવવા માટે નીચે મુજબના કાર્યક્રમો કરી અને રામ નવમી ઉજવવાનું આહવાન કરેલ છે.

(૧) તમારા ઘરમાં બપોરે ૧૨ વાગે સહ પરિવાર ભગવાન શ્રીરામની તસવીર અથવા મૂર્તિ મૂકીને તમારા પરિવાર સાથે બેસો.  (૨) ભગવાન શ્રીરામનું  પૂજન, આરતી તથા સ્તુતિ  નું ગાયન અને શ્રવણ કરો. (૩) વિજય મહામંત્ર 'શ્રી રામ જય રામ જય જય રામ'નો ૧૦૮ વાર જપ કરો (માળા). (૪) તમારા ઘરની બહાર સાંજે ૭ વાગ્યે ૯ દીવાઓ  પ્રગટાવવો. (૫) આ સ્વરૂપે રામ નવમીના આ તહેવારની ઉજવણી કરવા માટે ઓછામાં ઓછા ૨૫ પરિવારોને પ્રેરિત કરો.

આવતીકાલે રામ નવમી ના રોજ સાંજે ૭ વાગ્યે ઠીક આપણે બધા ભેગા થઈને આખા ભારતની રાતને દિવસમાં ફેરવી નાખીને દીવડા દ્વારા આવનારી પેઢી અને દુનિયાને એક નવી મિશાલ આપણે આપીએ.  જેનાથી આખાય વિશ્વને ખબર પડે કે ભગવાન શ્રીરામને માનવા વાળા ભકતો રાતને પણ દિવસમાં બદલી શકે છે.

 માટે કૃપા કરીને વિશ્વ હિન્દુ પરિષદ તમને બધાને આગ્રહ ભરી વિન્નતી છે કે આ નવી પહેલમાં જોડાઇએ. અને બીજા ને જોડીએ તેમ વિહિપના મહામંત્રી નિતેશ કથીરિયા જણાવે છે.

(1:24 pm IST)