Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

હુડકોમાં સસ્તા અનાજની દુકાને પોલીસ દોડાવતા કલેકટર

લોકોના ટોળા થઇ જતા બે કલાક દુકાન બંધ કરવી પડી

રાજકોટ તા. ૧ : આજથી પુરવઠા દ્વારા સસ્તા અનાજની દુકાનો ઉપર રાશનકાર્ડ ઉપર ઘઉં, ચોખા, ખાંડ, મીઠું વિગેરેનું વિતરણ શરૂ કરાયું, પરંતુ હુડકો મારૂતિ મંદિર સામે એક દુકાને વધુ ૪૦૦થી ૫૦૦ લોકોનું કાર્ડ હોલ્ડરોનું ટોળુ ઉમટતા દેકારો બોલી ગયો હતો, વાતાવરણ તંગ થઇ ગયું હતું, આ બાબતની જાણ કલેકટરને થતા તેઓએ તાકિદે પોલીસ દોડાવી હતી, અને મામલો કાબુમાં લેવાયો હતો, લોકોના ટોળા એકઠા થઇ જતા દુકાન ૨ કલાક બંધ રહી હતી.

(11:58 am IST)