Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

શિક્ષકો- પ્રોફેસરો થયા ઓનલાઇન : ઘરે બેઠા અભ્યાસક્રમો ધીરે ધીરે શરૂ

એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓને ગુગલ કલાસરૂમ પર અસાઇનમેન્ટ સબમીટ કરાવવા મળી સુચનાઓ

રાજકોટ તા. ૧ : કોરોનાના કારણે લોકડાઉનની સ્થિતિ વચ્ચે ધીરે ધીરે શિક્ષણ કાર્ય ઓનલાઇન રાગે ચડતુ જાય તેવા સારા અણસારો મળી રહ્યા છે.

થોડા દિવસ પહેલા ધો. ૩ થી ૮ ના વિદ્યાર્થીઓને સોશ્યલ મીડિયાના માધ્યમથી અઠવાડીક અભ્યાસક્રમોની માહીતી મળી રહે તેવી વ્યવસ્થાનો સંદેશો શિક્ષણમંત્રીશ્રી દ્વારા જારી કરવામાં આવ્યો હતો.

ત્યારે હવે એન્જીનીયરીંગ કોલેજોમાં પણ અધ્યાપકો દ્વારા ઓનલાઇન અસાઇનમેન્ટ સબમીટ કરાવવા વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવી રહ્યાના અહેવાલો મળે છે. આ માટે ગુગલ કલાસરૂપ એપ્લીકેશનનો સહારો લેવામાં આવી રહ્યો છે. અધ્યાપકો દ્વારા ગ્રુપ બનાવીને વિદ્યાર્થીઓને વીડીયો લીંક મોકલાવમાં આવે છે. આ વીડીયો નીહાળ્યા બાદ વિદ્યાર્થીઓએ અસાઇનમેન્ટની પીડીએફ ફાઇલ તૈયાર કરી ગ્રુપમાં મુકવાની હોય છે.

આમ અભ્યાસક્રમો ધીરે ધીરે ઓનલાઇન શરૂ થઇ રહ્યાના સારા સંકેતો મળી રહ્યા છે.

(11:56 am IST)