Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

વાહન વ્યવહાર કમિશ્નરની તમામ કલેકટર - પોલીસ ખાતાને સુચનાઃ આવશ્યક-બીજી આવશ્યક માલવાહક વાહનોને પરવાનગી

ટ્રાન્સપોર્ટ એસો.ના હસુભાઇ ભગદેની ટ્રાન્સપોર્ટરોને અપીલઃ જે તે વિસ્તારના કલેકટરના આદેશ મુજબ કરવું : ગઇકાલે કેન્દ્રના ગૃહખાતાને ટાંકી પરિપત્ર ઉતાર્યોઃ ટ્રાન્સપોર્ટ એસો. કહે છે કે આ પરિપત્ર માત્ર ગુજરાત માટે છે : માલવાહક વાહનોને અવર-જવર માટે પાસની જરૂરિયાત નથી ખાસ સુચના અપાઇ

રાજકોટ,તા.૧:રાજ્યના વાહન વ્યવહાર કમિશ્નરે ઓલ કલેકટર-પોલીસ કમિશ્નર-RTO ને ડીએસપીઓને એક પરિપત્ર દ્વારા સુચના આપી તમામ માલવાહક વાહનોને પાસ વિના અવર-જવરની પરવાનગી આપવા બાબત જણાવ્યું છે. જેમાં ભારત સરકારના ગૃહસચિવશ્રીનો અર્ધસરકારી પત્ર નં. ૪૦-૩/ ૨૦૨૦ DM-I(A) તા. ૨૯/૩/૨૦૨૦ પણ ટાંકવામાં આવ્યો છે.

પરિપત્રમાં ઉમેર્યું છે કે કોવિડ-૧૯ દેશભરના સંક્રમણને અટકાવવા સારૂ ભારત સરકાર દ્વારા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ -૨૦૦૫ અંતર્ગત લોકડાઉન જાહેર કરેલ અને આવશ્યક ચીજવસ્તુઓ સિવાયના તમામ માલ વાહનો ઉપર પ્રતિબંધ જાહેર કરવામાં આવેલ હતો. પરંતુ સંદર્ભે હેઠળના પત્ર અન્વયે આવશ્યક અને બિન આવશ્યક ચીજવસ્તુઓના કોઇ પણ પ્રકારના તફાવત સિવાય તમામ પ્રકારના માલવાહક વાહનોને પરવાનગી આપેલ છે. તેથી તમામ પ્રકારના માલવાહક વાહનોને પાસ ઇસ્યુ કરવાની જરૂર રહેશે નહીં તેમજ માલવાહક  વાહનોને પાસ સિવાય અવર-જવર કરવાની પરવાનગી આપવામાં આવે છે. જેની સંબંધિતોને જાણ થવા વિનંતી છે.

દરમિયાન આ પરીપત્ર સામે અખીલ ગુજરાત ટ્રક-ટ્રાન્સપોર્ટ એસોના હસુભાઇ ભગદેની યાદી મુજબ વાહન વ્યવહાર કમિશનર કચેરી, ગાંધીનગર દ્વારા પરિપત્ર ક્રમાંક સી.ઓ.ટી/ કોવિડ-૧૯/ ૨૦૨૦/૨૪૪૮ તા. ૩૧.૩.૨૦૨૦ના પત્ર મુજબ કેન્દ્ર સરકારના નિર્દેશ પ્રમાણે તેમણે માલવહનમાં જીવન જરૂરિયાત કે આવશ્યક વસ્તુ કે બિન આવશ્યક વસ્તુના વહન પર છુટ આપેલ છે. આ બાબતનો પત્ર દરેક એસોસિએશનને મોકલેલ છે. પણ આપની ઓફિસ કે ગોડાઉન ઓપરેશન જે કોઇ વિસ્તારના કલેકટર કે ડિસ્ટ્રીકટ  મેજિસ્ટ્રેટ કે સક્ષમ અધિકારીના આદેશ મુજબ જ કરવું.

આપને ખાસ નોંધવાનું કે આ આદેશ માત્રને માત્ર ગુજરાત રાજ્ય પુરતો જ છે. જેની નોંધ લેશો.

(11:40 am IST)