Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

યુસુફ અલી જોહર કાર્ડવાળાએ વેકિસન લીધી

રાજકોટ : મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા અંજલિબેન રૂપાણીની પ્રેરણાથી  કોવીડ ૧૯ને અનુલક્ષીને ૬૦ વર્ષથી વધુ વય વાળા નાગરિકો માટે કોવીડ વેકિસન ડ્રાઈવ અંતર્ગત દાઉદી વ્હોરા સમાજના યુસુફઅલી જોહર કાર્ડ વાળા આજરોજ વેકિસન લીધી હતી. યુસુફઅલી એ જણાવ્યું હતું કે વેકિસન માટે સરકારે બેનમુન વ્યવસ્થા કરી છે અને સિનિયર સિટીઝનને કોઈ જ સમસ્યા ન પડે તેનો પુરતો ખ્યાલ રખાયો છે. યુસુફઅલી એ વધુમાં જણવ્યું હતું કે વેકિસન આપતા માંડ અડધી મિનિટ થાય છે અને સામાન્ય ઇન્જેકશન જેવો જ અનુભવ થાય છે. વેકિસનની કોઈ આડઅસર નથી અને સમાજની પ્રત્યેક વ્યકિતએ લેવી ખૂબ જ આવશ્યક છે. આજની તારીખે અમેરિકા જેવા વિકસિત દેશોમાં વેકિસન લેવા અડધો દિવસ સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે જયારે આપણી સરકારે અત્યંત સરસ વ્યવસ્થા ગોઠવી છે. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતને કોરોનામુકત કરવા માટે અને પ્રજાના સ્વાસ્થ્ય જે અભિયાન ઉપાડ્યું છે તેને સફળ કરવાની જવાબદારી આપણા સૌથી છે. માટે દરેકે પરિવારે કોઈપણ જાતના ડર વગર વેકિસન લેવા યાદીના અંતમાં જણાવાયુ છે.

(4:53 pm IST)