Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

ઇન્ડિયન લાયન્સ એનીવર્સ કલબના સભ્યો દ્વારા સફાઇ અભિયાન

રાજકોટઃ ન્યારી ડેમ આસપાસનો વિસ્તાર છે કે જયાં પ્લાસ્ટિક વેસ્ટ ઉપરાંત ધાર્મિક તથા પૂજા સામગ્રીનો વધેલો મટીરીયલ ફેંકવામાં આવે છે. આવો કચરો ત્યાં ખૂબ પડેલો હોય ઇન્ડિયન લાયન્સ એનીવર્સ કલબ રાજકોટના સભ્યો દ્વારા સઘન સફાઈ અભિયાન ચલાવી ત્યાં સફાઈ કરવામાં આવી. ઇન્ડિયન લાયન્સ કલબના પ્રમુખ વનીતાબેન રાઠોડ, ઉપપ્રમુખ મનિષાબેન કટારીયા, મંત્રી  પ્રફુલભાઈ રાજપુત, સભ્ય ભુપતભાઇ કરપડા, કેવિનભાઈ તન્ના, શિલ્પાબેન ડાભી, લતાબેન કાજિંયાણી, જયોત્સનાબેન ગોસાઇ, જીગ્નેશભાઈ જાની, હરેશભાઈ ચાવડા, તારાબેન રાઠોડ વગેરે સભ્યો હાજર હતા. કલબનાં સભ્યોએ ગત વર્ષે રાજકોટની તમામ સ્ટેચ્યુ ને દર શનિવારે એક કલાક સાથે મળીને સફાઈ કરી હોવાનું યાદીમાં જણાવાયું છે.

(4:52 pm IST)
  • મહારાષ્ટ્રમાં ફરી કોરોના બેકાબૂ બનતો જાય છેઃ બીજી લહેર શરૂ થયાના એંધાણઃ હીંગોલી શહેરમાં એક અઠવાડિયાનો કફર્યું: અનેક શહેરોમાં એક અઠવાડિયાનો કફર્યું: અનેક શહેરોમાં વધુ માત્રામાં કોરોના દર્દીઓ મળતાં જાય છેઃ પુણેમાં રાત્રી કફર્યુ ૧૪ માર્ચ સુધી લંબાવી દેવામાં આવ્યોઃ રાજયમાં ફરી આકરા લોકડાઉનની તૈયારી ? નાગપુર- અમરાવતીમાં વીક એન્ડ કર્ફયુ access_time 4:26 pm IST

  • દેશમાં વિભાજનકારી તાકાત સામે લડવા એકજુટ અને મજબૂત રહે કોંગ્રેસ :જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે જ્યાં સુધી આતંકવાદના મૂળ કારણ પ્રહાર નહિ કરાય ત્યાં સુધી આતંકવાદી લોકોને પોતાના શિકાર બનાવતા રહેશે : access_time 11:22 pm IST

  • દેશમાં કોરોનાના સતત વધતા કેસથી ચિંતા :એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 11,563 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,11,23,619 થઇ :એક્ટિવ કેસ 1,65,199 થયા વધુ 11,990 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,96,588 થયા :વધુ 80 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,275 થયા access_time 1:28 am IST