Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

આરટીઓમાં મોટરસાયકલની નવી સીરીઝ GJ 03 MAના ૧ થી ૯૯૯૯ નંબરોનું ઇ-ઓકશન

અગાઉની સીરીઝના બાકી ગોલ્ડન-સિલ્વર નંબરોની પણ ફાળવણી

રાજકોટ તા.૧:  પ્રાદેશિક વાહનવ્યવહારની કચેરી, રાજકોટ  દ્વારા મોટરસાયકલ પ્રકારના વાહનો માટે જી.જે.૦૩-એમ.એ. (GJ-03-MA) સીરીઝના ૧થી ૯૯૯૯ નંબરો પૈકી બાકી રહેતા ગોલ્ડન અને સિલ્વર નંબરો તથા અગાઉની સિરિઝના બાકી રહેલા ગોલ્ડન અને સિલ્વર નંબરોની ફાળવણી ઇ-ઓકશનથી શરૂ કરવામાં આવશે. આ માટે તા.૫/૩ થી ૮/૩  સુધી ઓન લાઇન અરજીઓ કરવાની રહેશે.

     જી.જે.૦૩-એમ.એ. (GJ-03-MA) સીરિઝમાં ગોલ્ડન અને સિલ્વર નંબરમાંથી પસંદગીનો નંબર મેળવવા માટે ઓન લાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.  તા.૦૯/૦૩ના સવારે ૧૧ વાગ્યાથી તા.૧૦-૦૩ના સાંજના ૪ કલાક સુધી ઓનલાઇન ઇ-ઓકશન ખુલ્લું રહેશેતથા કોમ્પ્યુટર દ્વારા જનરેટ કરેલ ઇ-ઓકશનનું પરિણામ નોટિસબોર્ડ પર સાંજે પ્રસિધ્ધ કરવામાં આવશે. જે પરિવહન સાઇટ પર પણ ઓનલાઇન જોઇ શકાશે. પસંદગી નંબરો ઓકશન બાદ સફળ અરજદારોનું લીસ્ટ તથા અસફળ અરજદારોનું લીસ્ટ કોમ્પ્યુટર દ્વારા જનરેટ થશે.

     ઓકશનની પ્રક્રિયા દરમિયાન વાહન સોફટવેરમાં તથા અન્ય કોઇ ટેકનિકલ અનિયમિતતા ઉભી થશે.તેનું યાંત્રિક નિવારણ બાદ કાર્યવાહી હાથધરાશે.પસંદગી નંબર માટે કોઇ વિવાદ હશે તો તેવા કિસ્સામાં પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ લીધેલ નિર્ણય આખરી ગણાશે. વધુ માહિતી માટેhttp//parivahan.gov.in/parivahan જોવાની રહેશે.

     ઇ-ઓકશન પ્રક્રિયાપુરી થયા બાદ અરજદારોએ ભરવા પાત્ર થતી રકમ દિવસ-પમાં ઇ પેમેન્ટ દ્વારા ભરીતેની રસીદ અનેફોર્મ આર.ટી.ઓ.માં જમા કરાવવાનુંરહેશે,તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી,રાજકોટ દ્વારા જણાવાયું છે.

(11:42 am IST)