Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

આજથી રાજકોટની ૩૮ સરકારી અને ખાનગી હોસ્‍પિટલ ખાતે કોરોના સામેની રસીકરણનો ત્રીજો તબક્કો

રાજકોટ મહાનગરપાલિકા ખાતે વોર્ડ પ્રભારીઓ અને અધિકારીઓ સાથે મિટીંગ કરતા મ્‍યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ : રસીકરણ અંગે વોર્ડ પ્રભારીઓને પોતાના વોર્ડની જવાબદારી સોંપવામાં આવી તેમજ ખાનગી હોસ્‍પિટલ ખાતે સુચારૂ વ્‍યવસ્‍થા જળવાઇ રહે તેવું આયોજન : મ્‍યુનિ. કમિશનર

રાજકોટ તા. ૧ : કેન્‍દ્ર સરકાર અને રાજય સરકારના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરમાં આજે તા. ૧.૦૩.૨૦૨૧ થી શહેરની ૨૪ સરકારી અને ૧૪ ખાનગી હોસ્‍પિટલો સહિત કુલ ૩૮ હોસ્‍પિટલોમાં રસીકરણની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે. આ રસીકરણ સંદર્ભે સેન્‍ટ્રલ ઝોન કચેરી ખાતે મ્‍યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે તમામ વોર્ડના વોર્ડ પ્રભારીઓ અને અધિકારીઓ સાથે મિટિંગ કરી હતી. જેમાં વોર્ડ પ્રભારીઓને પોતાના વોર્ડમાં રસીકરણની વ્‍યવસ્‍થા અને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી તેમજ ખાનગી હોસ્‍પિટલ ખાતે રસીકરણ બાબતે સુચારુ વ્‍યવસ્‍થા જળવાઈ રહે તે અંગે આયોજન કરવામાં આવ્‍યું હતું.

આજે તા. ૧લી માર્ચ, ૨૦૨૧ના રોજ થી ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા (તા. ૦૧. ૦૧. ૨૦૨૨ સ્‍થિતિએ) તથા ૪૫થી ૫૯ વર્ષ ઉંમરના અન્‍ય રોગ ધરાવતા (ઉંમર-૦૧.૦૧.૨૦૨૨ સ્‍થિતિએ અને બીમારી અંગેનું રજીસ્‍ટર્ડ મેડીકલ પ્રેક્‍ટીસનર નું પ્રમાણપત્ર) નાગરિકોને રસી આપવામાં આવશે. તબક્કાવાર સરકારી દવાખાના, CGHS તથા PMJAY/MA yojana અંતર્ગતની ખાનગી હોસ્‍પિટલોમાં રસી આપવામાં આવશે. સરકારી દવાખાનામાં રસી વિનામુલ્‍યે આપવામાં આવશે જયારે ખાનગી હોસ્‍પિટલોમાં રૂ. ૧૦૦ વહીવટી ખર્ચ અને રૂ. ૧૫૦ રસીની કિંમત લાભાર્થી પાસેથી લેવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ત્રીજા તબક્કાના રસીકરણ અભિયાન માટે આવતીકાલથી શરૂઆતના તબક્કે ૩૮ હોસ્‍પિટલોમાં (૨૪ - સરકારી + ૧૪ - ખાનગી) રસીકરણની કામગીરી કરવામાં આવશે. ત્‍યારબાદ ક્રમશઃ તેમાં વધારો કરવામાં આવશે. રસી માટે લાયક લાભાર્થી કોવિન પોર્ટલ અથવા આરોગ્‍ય સેતુ એપ્‍લીકેશનમાં ઓનલાઇન સજીસ્‍ટ્રેશન કરાવ્‍યા બાદ રસી લઇ શકશે અથવા રસીકરણના સ્‍થળ પર જઇને નોંધણી કરાવી રસી લઇ શકશે. નોંધણી માટે આધાર કાર્ડ અને જો આધાર કાર્ડ ઉપલબ્‍ધ ના હોય તો નિયત કરેલ ઓળખ કાર્ડ પૈકી કોઇપણ એક ઓળખ કાર્ડ તથા ૪૫-૫૯ વર્ષના કોમોર્બીડ સ્‍થિતી લાભાર્થી ને રજીસ્‍ટર્ડ મેડીકલ પ્રેક્‍ટીસનર નું પ્રમાણપત્ર ફરજીયાત રજુ કરવાનું રહેશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સરકારી અને ખાનગી હોસ્‍પિટલ ખાતે રસીકરણની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે, હાલ જે સરકારી હોસ્‍પિટલ ખાતે વ્‍યવસ્‍થા કરવામાં આવી છે જેમાં પી.ડી.યુ.સિવિલ હોસ્‍પિટલ, પદ્મકુંવરબા હોસ્‍પિટલ, કામદાર રાજય વીમા યોજના હોસ્‍પિટલ, સદર UHC, જંકશન UHC, રામનાથપરા UHC, નારાયણનગર UHC, AHMP UHC, ન્‍યુ રઘુવીર UHC, હુડકો UHC, ભગવતીપરા UHC, મોરબી રોડ UHC, IMA UHC, કબીરવન UHC, રામપાર્ક UHC, CVD UHC, પ્રણામી ચોક UHC, કોઠારીયા UHC, શ્‍યામનગર UHC, વિજય પ્‍લોટ UHC, નાનામવા UHC, નંદનવન UHC, મવડી UHC અને આંબેડકર UHCનો સમાવેશ થાય છે.

રાજકોટ શહેરની ખાનગી હોસ્‍પિટલ ખાતે રસીકરણની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે જેમાં અનિષ હોસ્‍પિટલ, બી.ટી. સવાણી કિડની હોસ્‍પિટલ, ક્રાઈસ્‍ટ હોસ્‍પિટલ, HCG હોસ્‍પિટલ, જલારામ રઘુકુલ સાર્વજનિક હોસ્‍પિટલ, ઓલમ્‍પસ હોસ્‍પિટલ, રાજકોટ કેન્‍સર સોસાયટી હોસ્‍પિટલ, સદભાવના હોસ્‍પિટલ, શ્રી સત્‍યસાઈ હાર્ટ હોસ્‍પિટલ, સ્‍ટર્લિંગ હોસ્‍પિટલ, યુનિકેર હોસ્‍પિટલ, વેદાંત હોસ્‍પિટલ, વોકહાર્ટ હોસ્‍પિટલ અને લોટસ હોસ્‍પિટલનો સમાવેશ થાય છે.

(11:48 am IST)
  • ટ્રેકટરો બળતણ ભરેલા સાથે તૈયાર રહેવાનું હજ્‍જારો ખેડૂતોને જણાવાયું છે, દિલ્‍હી માટે ગમે ત્‍યારે ‘કોલ' આપી શકાય છે : કથિત ખેડૂત નેતા રાકેશ ટિકૈત access_time 11:37 am IST

  • જૂનાગઢનો મહાશિવરાત્રીનો મેળો રદ્દ : ૭ માર્ચથી શરૂ થનાર મહાશિવરાત્રીનો મેળો કોરોના સંકટને કારણે કલેકટરે બેઠક યોજી મેળો રદ્દ કરવાનું નક્કી કર્યુ access_time 5:06 pm IST

  • ગોધરામાં બે જૂથ વચ્ચે બબાલ:ચૂંટણી અદાવતને લઇ બે જૂથ વચ્ચે મારામારી: એક વ્યક્તિને માથાના ભાગે ઇજા: પોલન બજાર ચોકી નંબર૭ નજીક બન્યો બનાવ: ઈજાગ્રસ્તને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો: જિલ્લા પોલીસ વડા અને નાયબ જિલ્લા પોલીસ વડા સહીત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી મામલો પાડ્યો થાળે access_time 11:57 pm IST