Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

રાજકોટના મોરબી રોડ પર ડમ્પરની ઠોકરે એક્ટિવા ચડી જતાં મારવાડી કોલેજના બે વિદેશી છાત્રોને ઇજા

રાજકોટ: મોરબી રોડ પર બાલગોપાલ નજીક સાંજે એક્ટીવા નં. GJ03BS 2873ને ડંપરે હડફેટે લેતા મારવાડી કોલેજના બે છાત્રોને ઇજાઓ પહોંચી હોવાનુ જણાવાય છે. બંને વિદેશી છાત્ર છે. 108ને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી બંને ઘાયલને હોસ્પિટલમાં ખસેડવા તજવીજ કરી હતી. ડમ્પર રોંગ સાઈડમાં હોવાનું લોકો કહેતાં હોઈ પોલીસે તપાસ હાથ ધરી છે. તસવીરો ગવરીદળથી જીગ્નેશ પ્રજાપતિએ મોકલી હતી. બનાવને પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતાં.

(10:12 pm IST)