Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

જડુસ ઓવરબ્રીજની મુલાકાત લેતા મેયર સહિતના પદાધિકારીઓ - અધિકારીઓ

રાજકોટ : શહેરની ટ્રાફિક સમસ્‍યા હળવી થાય તેમજ પરિવહન સરળ બને તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ ટ્રાફિકવાળા વિસ્‍તારોમાં ઓવર બ્રિજ - અન્‍ડરબ્રિજ બનાવવામાં આવે છે. હાલ શહેરમાં જડુસ ચોક પાસે રૂ. ૨૮.૫૨ કરોડનાં ખર્ચે નિર્માણ થયેલ ઓવર બ્રિજની સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઇ ગયેલ છે, જેની મેયર ડો. પ્રદિપ ડવ, ધારાસભ્‍ય અને ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ,ᅠશહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી,ᅠશાસક પક્ષ નેતા વિનુભાઈ ધવા,ᅠશાસક પક્ષ દંડક સુરેન્‍દ્રસિંહ વાળા, મ્‍યુનિ. કમિશનર અમિત અરોરા, નાયબ મ્‍યુનિ. કમિશનર ચેતન નંદાણી, સિટી એન્‍જી. કે.એસ. ગોહેલ, આસી. મ્‍યુનિ. કમિશનર એચ. આર. પટેલ, આસી. મેનેજર કૌશિક ઉનાવા અનેᅠDEE  જી. ડી. જોષીએ સ્‍થળ મુલાકાત કરી હતી.

(3:54 pm IST)