Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

ઢેબર રોડના ૨૭ સ્‍થળોએથી છાપરા, રેલીંગ, સાઇન બોર્ડના દબાણો હટાવાયા

મનપાની વન વીક - વન રોડ ઝુંબેશ અંતર્ગત : ફુડ શાખા દ્વારા ચીઝના ૩ નમુના લેવાયા : ૧૭ કિલો અખાદ્ય ખોરાકનો નાશઃ ૨૪૮ બોર્ડ-બેનરો તથા ૧૫ રેંકડી-કેબીનો જપ્‍તઃ બીલ્‍ડીંગ-પેટ્રોલ પંપ-હોટલ સહિત કુલ ૧૦ને ફાયર એનઓસી રીન્‍યુઅલ નોટીસ

રાજકોટ,તા. ૧ : મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્‍માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફીક મુવમેન્‍ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્‍કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્‍ય ૪૮ માર્ગો પર ‘વન વીક, વન રોડ' ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અન્‍વેય ગઇ કાલે તા. ૩૧ના સેન્‍ટ્રલ ઝોનના  ઢેબર રોડ પર અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફુટપાથ અને રોડ સમારકામ, હંગામી અનઅધિકૃત દબાણ હટાવવું, ૨૭ સ્‍થળઓની ગેરકાયદેસર દબાણ પર ડિમોલીશનની કામગીરી, રોડનું સ્‍ટ્રક્‍ચર સરખું કરવું, ફુડ શાખા દ્વારા ચકાસણી તથા ચીઝના ૩ નમુના લઇને ૧૨ને નોટીસ સહિતની કામગીરી કરવામાં આવી હતી.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત સેન્‍ટ્રલ ઝોનના રોડ પર વિવિધ શાખા દ્વારા અલગ અલગ કામગીરી હાથ ધરાઇ છે. જે આ મુજબ છે.

છાપરા-ઓટલા હટાવાયા

શહેરના જાહેર માગર્દ પર વાહન પાર્કિંગની સમસ્‍યાને અંતર્ગત કમિશ્‍નર દ્વારા મંજુર કરાયેલ એકશન પ્‍લાન અંતર્ગત રાજકોટ મહાનગરપાલીકાની ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા વન વીક વન રોડ અંતર્ગત શહેરના સેન્‍ટ્રલ ઝોન વિસ્‍તારના વોર્ડ નં. ૭, ૧૪ તથા ૧૭ના સમાવિષ્‍ટ ત્રિકોણબાગ ચોકથી અટીકા ફાટક સુધીના ઢેબર રોડ પર ફૂટપાથ, માર્જિન તથા રોડમાં છાપરા, રેલીંગ, પોલ, ઓટલા, જાળી, પાર્કિંગમાં સાઇન બોર્ડ સહિતના દબાણો/ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે. જે અન્‍વયે કુલ ૨૭ સ્‍થળોએ દબાણ દુર કરી અંદાજે ૪૨૨૦ ચો. ફૂટ પાર્કિંગ/રસ્‍તા પૈકીની જગ્‍યા ખુલ્લી કરાવવામાં આવેલ છ.

આ કામગીરીમાં સેન્‍ટ્રલ ઝોનના ડેપ્‍યુટી કમિશ્નર, સીટી એન્‍જીનીયર સેન્‍ટ્રલ ઝોન તેમજ સેન્‍ટ્રલ ઝોનની ટાઉન પ્‍લાનીંગ શાખા, બાંધકામ/વોટર વર્કસ/ડ્રેનેજ શાખા, દબાણ હટાવ શાખા, રોશની શાખા, વેરા વસુલાત શાખા, સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખા, ફૂડ વિભાગ, આરોગ્‍ય શાખા, ગાર્ડન શાખા, પ્રોજેક્‍ટ શાખા, ટ્રાફિક, ટ્રાન્‍સપોર્ટ એન્‍ડ પાર્કિંગ મેનેજમેન્‍ટ શાખાના તમામ સ્‍ટાફ સ્‍થળ પર હાજર રહેલ તથા આ કામગીરી દરમ્‍યાન કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઈ રહે તે માટે સુરક્ષા વિભાગના અધિકારી તથા તેમનો તમામ સ્‍ટાફ સ્‍થળ પર હાજર રહેલ.

૧૭ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

વન વીક વન રોડ ઝૂંબેશ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ઢેબર રોડ વિસ્‍તારમાં આવેલ ખાધ્‍ય ચીજોનું વેચાણ કરતાં કુલ ૩૯ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ચકાસણી દરમિયાન કુલ ૧૭ કિ.ગ્રા. વાસી /અખાધ્‍ય ખોરાકનો સ્‍થળ પર નાશ કરવામાં આવ્‍યો અને ૧૨ પેઢીને લાઇસન્‍સ મેળવવા તથા હાઇજિનિક કન્‍ડિશન જાળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

વન વીક વન રોડ ઝૂંબેશ અંતર્ગત ફૂડ વિભાગ દ્વારા શહેરના ઢેબર રોડ વિસ્‍તારમાં આવેલ જુગાડુ વડાપાઉં (કિશાનપરા ચોક)- ૫ કિ.ગ્રા. વાસી પાઉં, વાસી બ્રેડનો નાશ કરવામાં આવ્‍યો તથા હાઇજિનિક કન્‍ડિશન જાળવવા બાબતે સૂચના પટેલ ડેરી પ્રોડક્‍ટસ પ્રા.લી. (છાશવાલા)- ચોકલેટ લસ્‍સી(૨૨૦ મિલી) ૩૬ નંગ, તથા રજવાડી લસ્‍સી(૨૨૦ મિલી) ૧૭ નંગ જથ્‍થાપર લેબલ ની વિગતો અવાચ્‍ય હોય સ્‍થળ પર નાશ કરવામાં આવ્‍યો તથા લેબલ સુધારા કરવા બાબતે સૂચના શિવશક્‍તિ ડેરી ફાર્મ, ઓમ ફાર્મસી , ટવીલાઇટ કોલ્‍ડ્રિંક્‍સ, ડીલક્‍સ પાન & કોલ્‍ડ્રિંક્‍સ, ઓમ ડીલક્‍સ પાન &  કોલ્‍ડ્રિંક્‍સ,  વાળા પાન &  કોલ્‍ડ્રિંક્‍સ, ગોકુલ ટી સ્‍ટોલ &  ફૂડ ઝોન, ગોકુલ પરોઠા હાઉસ, રાજ ટી સ્‍ટોલ તથા અશોક ફૂડ ઝોન -લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

નમૂનાની કામગીરી

ફુડ વિભાગની દ્વારા ફુડ સેફટી સ્‍ટાન્‍ડર્ડ એકટ -૨૦૦૬ હેઠળ કુલ ૩ નમૂના લેવામાં આવેલ. જેમાં (૧) ગો ચીઝ પ્રોસેસડ (ફ્રોમ ૧ કેજી પેકેટ) સ્‍થળઃ શિવશકિત એજન્‍સી, એચ-૫૨, આનંદનગર કોલોની, ગાયત્રી મંદિરની સામે, આનંદનગર મેઇન રોડ રાજકોટ  (૨) પેટલ ચીઝ પ્રોસેસડ (ફ્રોમ ૧ કેજી પેકડ) સ્‍થળઃ તીર્થ માકેર્ટીંગ, ચિત્રકૂટ સોસાયટી મેઇન રોડ, ગાયત્રી શુઝની  બાજુમાં, રેલ્‍વે ટ્રેકની સામે,રાજકોટ. (૩) કાલકલો એન્‍ડ ફ્રોઇડ ન્‍યુટી પ્રોસેસડ ચીઝ એનાલોગ (ફ્રોમ ૧ કેજી પેકડ) સ્‍થળઃ બાલાજી માર્કેટીંગ, ગુમાનસિંહજી શોપીંગ સેન્‍ટર, દુકાન નં. ૭,૯ અને ૧૩ જુબેલી શાકમાર્કેટ સામે, રાજકોટ.

રાજમાર્ગો પરથી રેંકડી-કેબીનો જપ્‍ત

 મહાનગરપાલિકાની વન વીક વન રોડ અંતર્ગત દબાણ હટાવ શાખા દ્વારા શહેરમાં ઢેબર રોડ પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, અન્‍ય ચીજવસ્‍તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

જેમ કે, રસ્‍તા પર નડતર ૦૨ રેંકડી-કેબીનો ઢેબર રોડ પરથી ᅠજપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી ૧૩ અન્‍ય પરચુરણ ચીજ ઢેબર રોડ પરથી જપ્ત કરવામાં આવી હતી એન ૨૪૮ બોર્ડ બેનર ઢેબર રોડ પરથી જપ્ત કરવામાં આવેલ.

૨૬ જગ્‍યાએ ફાયર NOCની ચકાસણી

મહાનગરપાલિકાની વન વીક વન રોડ અંતર્ગત ફાયર એન્‍ડ ઇમરજન્‍સી શાખા દ્વારા ત્રિકોણ બાગ થી ઢેબર રોડ પર ગુરૂકુળ સુધી ૧ - હાઈરાઈઝ રહેણાંક બિલ્‍ડિંગ, ૩ - સ્‍કુલ, ૭ -ᅠ હોસ્‍પીટલ, ૧ - લેબોરેટરી, ૭ - હોટલ, ૨ - રેસ્‍ટોરન્‍ટ, ૧ - ગેસ્‍ટ હાઉસ, ૧ - બસ સ્‍ટેન્‍ડ, ૩ - પેટ્રોલ પમ્‍પ આમ, કુલ ૨૬ જગ્‍યાએ ફાયર NOC અંગે ચકાસણી કરવામાં આવી અને જેમાં ક્રાન્‍તિ એપાર્ટમેન્‍ટ રહેણાંક બિલ્‍ડીંગ, નાગરિક બેન્‍ક ચોક - ૧, બોમ્‍બે ગેરેજ પ્રા.લી. પેટ્રોલ પંપ, નેશનલ ઓટોમોબાઇલ ભાડલાવાળા પેટ્રોલ પમ્‍પ,ᅠ મહેતા પેટ્રોલ પમ્‍પ કુલ - ૩,ᅠ હોટલ નેક્ષસ, , અને GSRTCᅠ બસ સ્‍ટેન્‍ડ એમ કુલ - ૬ᅠ નેᅠ રિન્‍યુઅલ નોટીસ આપવામાં આવેલ છે.

ઢેબર રોડ ઉપર સ્‍ટ્રીટ લાઇટોનું રીપેરીંગ

મહાનગરપાલિકાની રોશની શાખા દ્વારા ‘વન વીક વન રોડ' ઝુંબેશ અંતર્ગત શહેરના ઢેબર રોડ (ત્રિકોણ બાગ થી સ્‍વામીનારાયણ ગુરુકુળᅠ સુધી) નાં રસ્‍તા પર રહેલ ૧૬૩ પૈકી ત્રણ (૩) બંધ સ્‍ટ્રીટલાઇટ ને રીપેરીંગ કરી શરૂ કરવામાં આવેલ છે તથા નડતરરૂપ દબાણ ને લગત જુદા જુદા ત્રણ લોકેશન પરથી ઇલેકટ્રીકલ સર્વિસવાયર દુર કરવામાં આવેલ છે. તેમજ રસ્‍તા પર આવેલ ૩ ટ્રાફીક સીગ્નલ ચેક કરવામાં આવેલ હતા.

૪૬ વૃક્ષોનું ટ્રીમીંગ

મહાનગરપાલિકાની બગીચા શાખા દ્વારા ‘વન વીક વન રોડ' અંતર્ગત ઢેબર રોડ (ત્રિકોણ બાગ થી અટીકા ફાટક સુધી) વિસ્‍તારમાં નડતરરૂપ ૪૬ વૃક્ષોનું ટ્રીમીંગ, રોડ ડીવાઇડરમાં સફાઇ, કટીંગ, નિંદામણ, ગોડ તેમજ વોશિંગ સહિતની કામગીરી કરવામાં આવેલ છે. મહાનગરપાલિકા અને સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સંયુક્‍ત રીતે અંદાજે ૧૩૨ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત ૩૪૧ વૃક્ષોનું જીઓ ટેગીંગ પણ કરાયેલ છે.

(3:56 pm IST)