Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

કેન્‍દ્રીય બજેટથી સર્વાંગી વિકાસના દ્વાર ખુલ્‍યા

બજેટને આવકારતુ ચેમ્‍બર

રાજકોટ, તા. ૧ : કેન્‍દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામનજી દ્ધારા વર્ષ ર૦ર૩ નું અમૃતકાલનું પ્રથમ અને પાંચમી વખતનું બજેટ રજુ કરવામાં આવ્‍યું છે. જેને રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી દ્ધારા સર્વાંગી વિકાસ માની આવકારે છે. આજે વિશ્‍વની અર્થવ્‍યવસ્‍થાની હરોળમાં ભારત દેશની અર્થવ્‍યવસ્‍થા પ માં સ્‍થાને પહોંચી ગયેલ છે અને હજુ વિશ્‍વમાં મોખરાનું સ્‍થાન પ્રાપ્‍ત કરવાનું માનનીય વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીજીનો સંકલ્‍પ છે તેના ભાગરૂપે ૧૦૦ વર્ષની રૂપરેખા સાથે આ બજેટ તૈયાર કરવામાં આવેલ છે.

આ બજેટને આવકારતાં રાજકોટ ચેમ્‍બરના પ્રમુખશ્રી વી.પી.વૈષ્‍ણવએ જણાવેલ કે રાજકોટ ચેમ્‍બર દ્ધારા પ્રી-બજેટ માટેનાં સુચનો મોકલવામાં આવેલ હતા. તેમાંથી મહદઅંશે રજુઆતોનો સ્‍વીકાર થયેલ છે. જેમાં ખાસ કરીને MSME  ને સેકટરને બુસ્‍ટ આપવું અને તેના માટે સ્‍પેશ્‍યલ પેકેજ જાહેર કરવા તથા ઈન્‍કમટેક્ષના સ્‍લેબમાં ફેરફાર કરવા વિગેરેની માંગણીનો સ્‍વીકાર થયેલ છે. જે થકી રાજકોટ તથા સૌરાષ્‍ટ્રના ૯૦%  જેટલા MSME  ને ફાયદો થશે. સાથો સાથ MSME સેકટરને બુસ્‍ટ મળવાથી રોજગારીમાં  પણ વધારો થશે.

દેશના વિકાસનો આધાર ઈન્‍ફ્રસ્‍ટ્રકચર ઉપર રહેલ હોય તે માટે ઈન્‍ફ્રાસ્‍ટ્રકચર ઉપર કેન્‍દ્ર સરકારે વધુ ઘ્‍યાન કેન્‍દ્રીત કરેલ છે.

આમ બજેટના વિવિધ ખાસ મુદાઓ કે જેમાં બજેટ મહિલા, કિસાનો, પછાત વર્ગ ઉપર ઘ્‍યાન કેન્‍દ્રીત કરાયેલ છે, દેશનો વિકાસ દર ૭% થવાનો અંદાજ છે, કેપિટલ નિવેશ GDP ૩.૩% હોવાનો અંદાજ છે, MSME  મોટા ઉદ્યોગો અને ટ્રસ્‍ટો માટે ડિઝીટલ લોકરની સુવિધા ઉપલબ્‍ધ કરાશે તથા MSME   માટે સ્‍પેશિયલ પેકેજ જાહેર કરાશે , ફેલ થયેલ ોકોભ માટે રીફંડ સ્‍કિમ અમલમાં મુકાશે, ૩ કરોડની અંદરના ટર્ન ઓવરવાળા MSME  ને ટેક્ષમાં રાહત અપાશે, G20 ની અઘ્‍યક્ષતા મળવી તે દેશ માટે ગૌરવની બાબત છે, કૃષિક્ષેત્રે સ્‍ટાર્ટઅપ યુવાનોને વધુ પ્રાધાન્‍ય અપાશે, ફાર્મા સેકટર માટે નવી યોજનાઓ જાહેર કરાયેલ, આર્થિક સાક્ષરતા ઉપર વધુ કામ કરવામાં આવશે, રેલ્‍વે માટે ર.૪ લાખ કરોડની ફાળવણી તથા ૧૦૦ જેટલી નવી યોજનાઓ માટે ૭પ હજાર કરોડની જોગવાઈ કરાયેલ, પ૦ જેટલા નવા એરપોર્ટ તથા હેલીપોર્ટસ બનાવાશે, અર્બન ઈન્‍ફ્રાસ્‍ટ્રકચર માટે દર વર્ષે ૧૦ હજાર કરોડ ફાળવાશે, એનર્જી સિકયુરીટી માટે ૩પ હજાર કરોડની જોગવાઈ, ૧પ૭ જેટલી મેડિકલ કોલેજો બનાવાશે, રાષ્‍ટ્રિય ડીજીટલ લાઈબ્રેરી શરૂ કરાશે, RBI  તથા IFSC (ઈન્‍ડીયન ફાઈનાન્‍સીયલ સિસ્‍ટમ કોડ) ના નિયમોમાં ફેરફાર કરાશે, રમકડા, સાઈકલ તથા ઓટોમોબાઈલ સસ્‍તા કરાશે, મહિલાઓ માટે બચત પત્ર યોજના શરૂ કરાશે, સિનિયર સીટીઝન્‍સો માટે બચતની મર્યાદા ૩૦ લાખ કરાયેલ, સોના, ચાંદી તથા પ્‍લેટીનમ મોંઘા થયેલ છે, આયકર રીટર્નની પ્રક્રિયા સરળ કરાશે, વ્‍યકિતગત આયકરની મર્યાદા ૭ લાખ વધારાવામાં આવી છે, તેમ છતા એલએલપી તેમજ પાર્ટનરશીપ

ફર્મને ૩પ% જેટલો ટેક્ષ અને કોર્પોરેટ કંપનીઓને રપ% જેટલો ટેક્ષ ચુકવવો પડે છે જે વિસંગતતા દુર કરવી જરૂરી હતી પરંતુ તે દુર થયેલ નથી. આમ ટુંકમાં આ બજેટથી નાના થી માંડી મોટા લોકોને ફાયદો થશે. તેમ રાજકોટ ચેમ્‍બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

 

(3:23 pm IST)