Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

લાતી પ્‍લોટમાંથી વિજય માલકીયા મેગ્‍ઝીનવાળી પિસ્‍તોલ સાથે ઝડપાયો

મૃત્‍યુ પામનાર હિસ્‍ટ્રીશીટર ગબ્‍બરે સાચવવા આપ્‍યાનું રટણઃ એલીસીબી ઝોન-૧ ટીમે પકડયોઃ સત્‍યજીતસિંહ, દિવ્‍યરાજસિંહ અને રવિરાજભાઇની બાતમી પરથી કાર્યવાહી

રાજકોટ તા. ૧: શહેરના લાતી પ્‍લોટ-૧૦માં રહેતાં અને છુટક કામ કરતાં વિજય બાબુભાઇ માલકીયા (ઉ.વ.૩૪)ને તેના ઘરેથી એલસીબી ઝોન-૧ની ટીમે દેશી બનાવટની મેગ્‍ઝીનવાળી રૂા. ૧૦ હજારની પિસ્‍તોલ સાથે પકડી લીધો છે. પુછપરછમાં આ શખ્‍સે પોતાને આ પિસ્‍તોલ અગાઉ મૃત્‍યુ પામનાર હિસ્‍ટ્રીશીટર ગબ્‍બેર સાચવવા આપી હોવાનું રટણ કર્યુ હતું.

ડીસીપી ઝોન-૧ સજ્જનસિંહ પરમારની રાહબરીમાં પીએસઆઇ બી. વી. બોરીસાગર, એએસઆઇ આર. એચ. કોડીયાતર, હેડકોન્‍સ. વિજેન્‍દ્રસિંહ ઝાલા, ધર્મરાજસિંહ જાડેજા, કોન્‍સ. જીતુભા ઝાલા, હિતેષભાઇ પરમાર સહિતે આ કામગીરી કોન્‍સ. સત્‍યજીતસિંહ જાડેજા, રવિરાજભાઇ પટગીર અને દિવ્‍યરાજસિંહ જાડેજાની તબાતમી પરથી કરી હતી. ઝડપાયેલા વિજય વિરૂધ્‍ધ બી-ડિવીઝન પોલીસમાં ગુનો દાખલ કરાવવામાં આવ્‍યો હતો. 

(3:21 pm IST)