Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

રવિવારે ‘સાયકલો ફન' : ૫ હજારથી વધુ નાગરીકોનું રજીસ્‍ટ્રેશન

મનપા તથા રોટરી કલબ ઓફ રાજકોટ મિડ ટાઉન અને સ્‍વ. નિર્ભર શાળા સંચાલન મંડળના સંયુકત ઉપક્રમે : આ કાર્યક્રમમાં વધુને વધુ શહેરીજનોને જોડાવવા મેયર સહિતના પદાધિકારી, અધિકારીની અપીલ

રાજકોટ,તા.૧ : મહાનગરપાલિકા તથા રોટરી ક્‍લબ ઓફ રાજકોટ મિડટાઉન તથા સ્‍વનિર્ભર શાળા સંચાલન મંડળના સંયુક્‍ત ઉપક્રમે આગામી ૫ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ ‘‘સાયક્‍લોફન''નું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ કાર્યક્રમમાં વધુમાં વધુ શહેરીજનો જોડાય તેવી મેયર ડૉ. પ્રદિપ ડવ સહિતના પદાધિકારીઓ અને સંસ્‍થાના હોદેદારોએ અનુરોધ કર્યો હતો.

 આ અંગે મેયર ડૉ.પ્રદિપ ડવ, સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, મ્‍યુનિસિપલ કમિશનર અમિત અરોરા, સમાજ કલ્‍યાણ સમિતી ચેરમેન પરેશભાઈ પીપળીયા જણાવે છે કે, ફીટ રાજકોટ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાને રોટરી ક્‍લબ ઓફ રાજકોટ મિડટાઉન દ્વારા ઘણા વર્ષોથી ‘‘સાયક્‍લોફન''નું આયોજન કરવામાં આવે છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા રોટરી ક્‍લબ ઓફ રાજકોટ મિડટાઉન તથા સ્‍વનિર્ભર શાળા સંચાલન મંડળના સંયુક્‍ત ઉપક્રમે આગામી તા.૦૫/૦૨/૨૦૨૩ના રોજ ઙ્કસાયક્‍લોફનઙ્ઘનું આયોજન કરવામાં આવેલ છે. આ આયોજનમાં વધુમાં વધુ શહેરીજનો જોડાય તેવી મેયર ડૉ.-દિપ ડવ સહિતના પદાધિકારીઓ અને સંસ્‍થાના હોદેદારોએ અપીલ કરેલ છે.

 આ કાર્યક્રમમાં સંસદ સભ્‍યો, ભાજપ પાર્ટીના હોદેદારો, ધારાસભ્‍યો, રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ બંને સંસ્‍થાના અગ્રણીઓ ઉપસ્‍થિત રહેશે.

 આ સાયક્‍લોફનમાં પાંચ કી.મી. અને ૨૦ કી.મી. સાઈકલ રાઈડ યોજવામાં આવશે. આ આયોજનમાં આ વખતે સેલ્‍ફ ફાઈનાન્‍સ સ્‍કૂલોના એસો.પણ જોડાયેલ છે. જેના કારણે શહેરની ૫૦૦ થી વધુ શાળાઓ જોડાઈ તેના વિદ્યાર્થીઓ ભાગ લેનાર છે. અત્‍યાર સુધીમાં ૫૦૦૦ થી વધુ રજીસ્‍ટ્રેશન થઈ ગયેલ છે.

 પાંચ ફેબ્રુઆરીએ રાજકોટમાં યોજાનારી સાયક્‍લોફનમાં ભાગ લેવા માંગતાં (૧૮ વર્ષથી ઊપરના) સાયકલીસ્‍ટો www.cyclofun.org ઉપર પોતાનું રજિસ્‍ટ્રેશન કરાવી શકશે. આ ઉપરાંત વધુ વિગતો માટે તેઓ ૭૪૦૫૫ ૧૩૪૬૮ ઉપર ટેલિફોનિક સંપર્ક કરી શકશે.

આ સાયક્‍લોફનને સફળ બનાવવા રોટરી ક્‍લબ ઓફ રાજકોટ મિડટાઉનના દિવ્‍યેશભાઈ અઘેરા તથા સેલ્‍ફ ફાઈનાન્‍સના બી.વી.મહેતા તથા તેની ટીમ દ્વારા જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:20 pm IST)