Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

સાવરકુંડલા-ગીરસોમનાથના પરિવારોના અકસ્‍માત કેસોમાં જંગી રકમનુ વળતર મંજુર

રાજકોટ તા.૧ : સાવરકુંડલા તથા ગીરસોમનાથ વિસ્‍તારોના મુસ્‍લીમ પરીવારોના વાહન અકસ્‍માત વળતરના અલગ-અલગ કલેઇમ કેસોમાં જંગી વળતર મંજુર કરાયું હતું.

આ અકસ્‍માતની વિગત એવી છે કે, સાવરકુંડલાના પીયાવા ગામના અનવરભાઇ અબ્‍દુલભાઇ મકવાણા કે જેઓ ગત તા.૯/૮/ર૦૧૭ ના રોજ મો.સા.નં. જી.જે.૧૪-એ.જે.-૩૪૪પ પર પાછળ બેસીને જઇ રહયા હતા ત્‍યારે અને મો.સા.ના ચાલકે મો.સા.કુલસ્‍પીડમાં ચલાવીને મો.સા.ને સ્‍લીપ મરાવેલ અને તેમા અનવરભાઇનું મોત નિપજેલ આ મૃત્‍યુ બદલ વળતર મેળવવા માટે ઉપરોકત અરજદારોએ રાજકોટની ડીસ્‍ટ્રીકટ એન્‍ ડ સેશન્‍સ કોર્ટમાં કલેઇમ કેશ કરેલ અને કલેઇમ કેશ રાજકોટની મેઇન કોર્ટમાં  ચાલી જતા ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેશન્‍સ જજ શ્રી યુ.ટી.દોસઇએ અરજદારના એડવોકેટની દલીલ તથા રજુઆતને ધ્‍યાનમાં લઇ મો.સા.ની વીમા કાું. નેશનલ ઇ.કાુ.લી. સામે રૂા.૯,પ૪,૦૦૦ તથા પાંચ વર્ષ અને ૪ માસનું ૯ ટકા લેખે વ્‍યાજ ૪,પ૭,૦૦૦-૦૦ વ્‍યાજ એમ કુલ રકમ રૂા. ૧૪,૧૧,૦૦૦-૦૦ જેટલી રકમ મંજુર કરેલ છે. અને તે રકમ વીમા કાું. ધીનેશનલે માસ ૧ માસમાં ગુજરનાર અનવરભાઇ મકવાણાના કુટુંબના સભ્‍યોને ચુકવી આપવા હુકમ કરેલ છે.

બીજા એક બનાવમાં ગીર સોમનાથના ગડુ ગામના મીર (મુસ્‍લીમ) પરીવારના ભીખુભાઇ અખુભાઇ સોલંકી, અફઝલ ઉકા સોલંકી, ઉકાભાઇ અખુભાઇ સોલંકી, હાજીભાઇ અલ્લારખભાઇ સોલંકી, સનમ વિપુલભાઇ સોલંકી, મરયમબેન અખુભાઇ સોલંકી આ દરેક સભ્‍યો રીક્ષા નં.જી.જે.-૭-વી.ડબલ્‍યુ-ર૬૮૧ માં બેસીને મુસાફરી કરી રહયા હતા તેમજ રીક્ષાના ચાલક રીક્ષાને સાઇડમાં ચલાવીને જઇ રહ્યા હતા. ત્‍યારે પાછળથી કાર નં. જી.જે.-૩-સી.એ.-૬૮૯૩ ના ચાલકે પોતાની કાર ફુલસ્‍પીડમાં ચલાવીને ઉપરોકત રીક્ષાને પાછળથી ઠોકર મારેલ અને રીક્ષાને પલ્‍ટી મરાવી દીધેલ તેમાં મરયમબેન અખુભાઇ સોલંકી, હાજી અલ્લારખાભાઇ તથા સનમ વિપુલભાઇ એમ ત્રણ જણાના ઘટના સ્‍થળેજ મોત નીપજેલ અને બાકીનાને નાની મોટી ગંભીર ઇજાઓ થયેલ આ ગુજરનારના વારસદારો તથા ઇજા પામનાર અરજદારોએ તુરતજ રાજકોટમાં વકીલ રોકવા માટે તૈયારી કરેલ અને રાજકોટના વકીલ રોકેલ આ કલેઇમ કેસ રાજકોટની ફાસ્‍ટટ્રેક કોર્ટમાં ચાલી જતા અરજદારોના વકીલઓની રજુઆત, દલીલોને માન્‍ય રાખી રાજકોટના એડીશ્‍નલ ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેશન્‍સ જજ શ્રી પ્રશાંત જૈન સાહેબે ઉપરોકત કલેઇમ કેસોમાં ભીખુભાઇ અખુભાઇ સોલંકી રૂા. ૧,૧૬,ર૦૦-૦૦ વ્‍યાજ ૪ વર્ષ અને ૧૧ માસનું વ્‍યાજ પ૧,૪૧૮ વ્‍યાજ એમ કુલ રૂા.૧૬૭,૬૦૦-૦૦, ૧૦ વર્ષની ઉમર ધરાવતા અફસલ ઉકા સોલંકીના કેસમાં વ્‍યાજ સાથે એમ કુલ ૪,૩૯,૯૬ર, ઉકાભાઇને ફકત છોલછાલ જેવી ઇજામાં વ્‍યાજ સાથે કુલ રૂા.૧૭,૩૦૦-૦૦ ગુજરનાર સગીર સનમ વિપુલના કેસમાં વ્‍યાજ સાથે કુલ રૂા. ૬,ર૮,૦૦૦૦-૦૦, ૭૦ વર્ષની ઉમર ધરાવતા ગુજરનાર મરીયમબેનના કેઇસમાં વ્‍યાજ સાથે કુલ રૂા.૪,૪ર,૭પ૦-૦૦ તેમજ આ કેસોમાં સૌથી મોટો કેસ ગુજરનાર હાજીભાઇ અલ્લારખાભાઇ ૧૮,પ૩,૦૦૦-૦૦નો હોય જેમાં પત્‍ની તથા ચાર સંતાનો હોય તે કેસમાં નામદાર કોર્ટે ર૦૧૮ ની મીનીમમ વેજીસ મુજબ ગુજરનાર હાજીભાઇની ૭,પ૦૦-૦૦ આવક માની રૂા.૧૮,પ૩,૦૦૦-૦૦ અને વ્‍યાજ ૮,ર૦,૦૦૦-૦૦ એમ કુલ ર૬,૭૩,૦૦૦-૦૦ જંગી વળતર મંજુર કરાવેલ હોય.

 આ તમામ કેઇસોમાં રાજકોટના કલેઇમના સ્‍પેશ્‍યાલીસ્‍ટ વકીલ રવિન્‍દ્ર્‌ ડી. ગોહેલ, શ્‍યામ જે. ગોહિલ, હિરેન ગોહિલ, મૃદુલા ગોહિલ વિ. રોકાયેલા હતા

(3:19 pm IST)