Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

ચંદ્રેશનગર પાસેથી મહેન્‍દ્રસિંહ અને મોકાજી સર્કલ પાસેથી ભાવેશ ક્રિકેટનો સટ્ટો રમતા પકડાયો

ક્રાઇમ બ્રાંચના હેડ કોન્‍સ. દિપકભાઇ ચૌહાણ, કોન્‍સ. એભલભાઇ બરાલીયા અને હરપાલસિંહ જાડેજાની બાતમી : રોકડ, મોબાઇલ સહિત રૂા. ૧.૨૦ લાખનો મુદ્દામાલ કબ્‍જે

રાજકોટ,તા. ૧ : મવડી પ્‍લોટ ચંદ્રેશનગર મેઇન રોડ પર અને મોકાજી સર્કલ પાસે ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે દરાોે પાડી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે શખ્‍સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ મવડી પ્‍લોટ ચંદ્રેશનગર પાસે એક શખ્‍સ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હોવાની ક્રાઇમ બ્રાંચના હેડ કોન્‍સ. દિપકભાઇ ચૌહાણ, કોન્‍સ. એભલભાઇ બરાલીયા, અને હરપાલસિંહ જાડેજાને બાતમી મળતા ચંદ્રેશભાઇ મેઇન રોડ પર દરોડો પાડી મોબાઇલ ફોનમાં ઓનલાઇન સોદા લખી બાંગ્‍લાદેશ પ્રીમીયર લીગ ૨૦-૨૦ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં મહેન્‍દ્રસિંહ ગુણુભા જાડેજા (ઉવ.૨૯) (રહે. ૧૫૦ ફુટ રીંગ રોડ રૈયા ટેલીફોન એકસચેન્‍જ પાસે આફ્રીકા કોલોની)ને પકડી લઇ એક લાખની કિંમતનો આઇ.ફોન તથા રોકડા રૂા. ૧૧૦૦૦ મળી રૂા. ૧,૧૧,૦૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો.

જ્‍યારે બીજા દરોડામાં હેડ કોન્‍સ. દિપકભાઇ કોન્‍સ. એભલભાઇ અને હરપાલસિંહને બાતમી મળતા મોકાજી સર્કલ પાસે દરોડો પાડી મોબાઇલમાં આઇ.ડી. પર ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ભાવેશ પરસોતમભાઇ ડોબરીયા (ઉવ.૪૫) (રહે. નંદા હોલ પાસે સુભાષનગર)ને પકડી લઇ રોકડા રૂા. ૧૬૫૦ તથા મોબાઇલ ફોન મળી રૂા.૯૬૫૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. આ કામગીરી પી.એસ.આઇ એ.એસ.ગરચર, હેડ કોન્‍સ. નિલેષભાઇ ડામોર, દિપકભાઇ ચૌહાણ, કોન્‍સ. એભલભાઇ બરાલીયા , હરપાલસિંહ જાડેજા તથા મહેશભાઇ દ્વારા કરવામાં આવી હતી

(3:15 pm IST)