Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

સદ્દગુરૂદેવ પૂ.પારસમુનિ મ.સા.ની આજે દિક્ષા જયંતિ

૨૬ વર્ષ પૂર્વે વસંતપંચમીના સંયમ સ્‍વીકારી ગુરૂદેવ જગદીશમુનિના ચરણોમાં જીવન સમર્પિત કર્યુ : પૂ.શ્રીના આજથી ૧૦ દિવસ રાજકોટ પધારવાના ભાવઃ રવિવારે જૈન ભોજનાલયનો શુભારંભ

રાજકોટ, તા.૧ : ગોંડલ સંપ્રદાયનાં મહામંત્ર પ્રભાવક પૂ. ગુરૂદેવ શ્રી જગદીશમુનિ મહારાજ સાહેબનાં કળપાપાત્ર સુશિષ્‍ય સદગુરૂદેવ પૂ.શ્રી પારસમુનિ મહારાજ સાહેબની આજે તા.૧નાં ૨૬મી દીક્ષા જયંતિનો અવસર છે. સદગુરૂદેવ પૂ. શ્રી પારસમુનિ મહારાજ સાહેબ નું મૂળવતન રાજકોટ થી કાલાવડ (શીતલા) જતા ૩૦ કી.મી. પર નિકાવા ગામ છે રત્‍નકુક્ષિણી માતા ઈન્‍દુબેન તથા પુણ્‍યશાળી પિતા જયંતિભાઈ મહેતા, દાદા ભાઈચંદભાઈ ડાયાભાઈ મહેતા, નાના-ભગવાનજી રૂપશી પટેલ સરપદડ, જન્‍મનું સંસારી નામ-પારસ રાખવામાં આવ્‍યું જન્‍મ સમયે નાળ મસ્‍તક પર સર્પાકાર વીંટળાયેલ હતી. જન્‍મ ૧૬/૧ર/૧૯૭૯ બે નાનાભાઈ મિલનભાઈ તથા કોેશિકભાઈ ગોંડલ સંપ્રદાયના પારસમૈયા પૂ. રંભાબાઈ મહાતીજીનાં સુશિષ્‍યા સ્‍વ.પૂ. વસંતબાઈ મહાસતીજી (સંસાર પક્ષે ફૈબાસ્‍વામી) પૂ.લાભુબાઈ મહાસતીજી નાં સુશિષ્‍યા પૂ. પ્રફુલ્લાબાઈ મહાસતીજી નાં શિષ્‍યા સ્‍વ. પૂ. જયોત્‍સનાબાઈ મહાસતીજી (સંસાર પક્ષે માસીસ્‍વામી) અને પૂ. કાંતાબાઈ મહાસતીજી નાં સુશિષ્‍યા પૂ. ઉષા પ્રવીણાબાઈ મહાસતીજીનાં શિષ્‍યા પૂ. જાગળતિબાઈ મહાસતીજી (સંસાર પક્ષે મોટાબેનસ્‍વામી) થાય છે. પૂ.શ્રી આજથી ૧૦ દિવસ રાજકોટ પધારવાના ભાવ રાખે છે. ઉપરાંત પૂ.શ્રીની પ્રેરણાથી તા.૪ને રવિવારના શહેરમાં જૈનો માટે રૂા.૧૦માં ટીફીન - ભોજન સેવાનો એસટી બસ સ્‍ટેન્‍ડ ખાતે જૈન ભોજનાલયનો પ્રારંભ થવા જઇ રહ્યો છે.

 સદગુરૂદેવને વૈરાગ્‍ય પ્રગટીકરણ ૧૯૯૬ માં પૂ. પ્રફુલ્લબાઈ મહાસીતીજીની પ્રેરણાથી થયેલ. તા.૧/ર/૧૯૯૮ ના નિકાવા ગામમાં ભવ્‍યાતિભવ્‍ય દીક્ષા યોજાયેલ. મહામંત્ર પ્રભાવક પૂ. ગુરૂદેવ શ્રી જગદીશમુનિ મહારાજ સાહેબની પરમ પાવન કળપાથી તેમના ચરણમાં સમર્પિત બની સાધના આરાધના દ્વારા સંયમજીવનને સફળ બનાવતા રહ્યા સ્‍પષ્ટ અને સત્‍ય વકતા છે. ૩ર આગમ, પાંચકર્મ ગ્રંથ ૧રપ થોકડા તત્‍વાર્થાભિગમ સૂત્ર, પ્રાકળતવિજ્ઞાન પાઠમાળા, સંસ્‍કળત મન્‍દિરાન્‍ત પ્રવેશિકા, પ્રમાણનય તત્‍વાલોક, ષડદર્શન સમુચ્‍ચય, સ્‍યાદવાદ મંજરી, વિદુરનિતિ, ચાણકયનિતિ, ભતર્ળહરિ વૈરાગ્‍ય શતક આદિ આગમો ગ્રંથોનો ધાર્મિક અભ્‍યાસ કર્યો. સંસ્‍કળત મન્‍દિરાન્‍ત પ્રવેશિકાની ગાઈડ, ઘરને ઘર રહેવા દો, ‘માં' એ જ મહાશકિત, હસ્‍તુ જીવન હસ્‍તુ મરણ પુસ્‍તકનું સંપાદન કર્યું હતું.

પૂજય ગુરુદેવ જગદીશમુનિ મહારાજ સાહેબની કળપા- પ્રેરણા થી ૭ વર્ષ સુધી દર વર્ષે મૌન એકાંત ધ્‍યાન સાધના કરી, પૂજય હસમુખમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી તારીખ ૬/૬/૧૭ થી છ મહિના સુધી અખંડ મૌન જપ તપ ધ્‍યાન સાધના કરી, શ્રી જંગલીદાસ મહારાજની પ્રેરણાથી તા.૧/૧૨/૨૦૨૦ થી તા.૨૧/૦૧/૨૧ સુધી ૫૧ દિવસ ની સાધના કરેલ તેમા ૩૧ ઉપવાસ, ૨૦ એકસણા (જેમા સળંગ ૧૧ ઉપવાસ ) રોજ ૭ કલાકની ધ્‍યાન સાધના છેલ્લા દિવસે ૧૨ કલાકની ધ્‍યાન સાધના કરેલ

(3:04 pm IST)