Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

તપ સમ્રાટ રતિલાલજી મ.સા.ની રપમી વાર્ષિક પુણ્‍યતિથી : પાવનોત્‍સક તરીકે ઉજવાશે

ચૌધરી હાઇસ્‍કુલથી તપસમ્રાટ તીર્થધામ સુધી પદયાત્રા :નવકારશીઃ ગુરૂપ્રસાદ-ત્રિરંગી સામાયિક-પ્રશ્નમંચ -નાટીકા યોજાશેઃ જૈન સંધોમાંથી પદયાત્રાના પાસ વિતરણ શરૂ

રાજકોટ, તા. ૧ : ગોંડલ ગચ્‍છાધિપતિ આચાર્ય પ્રવર નિદ્રાવિજેતા પૂ. શ્રી ડુંગરસિંહજી મ.સા. ના પ્રગટ પ્રભાવી યુગદ્રષ્ટા તપસ્‍વી પુ. શ્રી જય-માણેક-પ્રાણ ગુરૂદેવના તપસ્‍વી શિષ્‍યરત્‍ન કે જેઓ એ શ્રમદા ભગવાન મહાવીરના જિન શાસનમાં આદર્શ અને અનુપમ એકાંત મૌન સાધના અને ૯ વર્ષ મકાઈ સિવાય શેષ અનાજ ત્‍યાગી સાધના આરાધના કરીને તપસમ્રાટ' નું ઉચ્‍ચ બિરૂદ પ્રાપ્ત કરેલ. તેવા પૂ. રત્‍નલાલજી મ.સા.ની રપમી વાર્ષિક પૂણ્‍યતિથી અવસરે ગાદીપતિ પૂજય શ્રી ગિરીશમુનિ મ.સા.ના શિષ્‍ય આત્‍મદિવાકર પૂ. સુશાંતમુનિ મ.સા., મહામંત્ર પ્રભાવક પૂ. જગદીશમુનિ ના શિષ્‍ય સદગુરુ દેવ પૂ. પારસમુનિ મ.સા.,રાષ્‍ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.ના સુશિષ્‍ય જ્ઞાનાભ્‍યાસી પૂ.વિનપ્રમુનિ - પૂ. પવિત્રમુનિ - પૂ. સોહમનાબાઇ ના સુમંગલ સાંનિધ્‍યમાં એવમ્‌ સાધ્‍વી સંયમ વરિષ્ઠ દિવંગત પૂ. ગુલાબબાઈ મ.સા.ના સુશિષ્‍યા સરલ સ્‍વભાવી પૂ. વિજયાબાઈ વિનતાબાઈ મ.સ., દીર્ધદર્શીતા પૂ. દીક્ષિતાબાઈ મ.સ., સદાનંદી પૂ. સુમતિબાઈ મ.સ.,  પૂ. વિનોદીનીબાઈ મ.સ., પૂ. હસ્‍મિતાબાઇ પૂ. નંદા-સુનંદાબાઇ મ.સ. પૂ. રૂપાબાઇ મ.સ. તથા મહાસતીજી વૃંદની મંગલમય નિશ્રામાં જપ સાધના થી ઉજવાશે.

પાવનોત્‍સવ ઉપલક્ષે તા. ૮ બુધવારના સવારે ૬.૩૦ કલાકે ચૌધરી હાઈસ્‍કૂલના પટાંગણથી શરૂ થશે જે હોસ્‍પીટલ ચોક કેસરી હિંદ પુલ ગ્રીન લેન્‍ડ ચોકડી થઈ સાત હનુમાન સામે મહાનગર રાજકોટની ભાગોળે આવેલ પાવન અને પવિત્ર તીર્થધામ સમાધી મધ્‍યે પહોંચશે. આ પદપાત્રામાં જોડાવવા ઈચ્‍છુક શ્રધ્‍ધાવંત ગુરૂભકત ભાઈ-બહેનો બાળકોએ સવારે ૬.૩૦ પહેલા ચૌધરી હાઈસ્‍કૂલે આવવાનું રહેશે. જેઓ આ પદયાત્રામાં જોડાશે તેઓ માટે જ આ રૂટમાં આવતા ગમે તે સ્‍થળે ૯ સુવર્ણ ગિની માતુશ્રી અનસુયાબેન નટુભાઈ શેઠ પરિવાર ૯ રજતની ગિની, માતુશ્રી વિજયાબેન માણેકચંદ શેઠ પરિવાર અને ૯ રૂદ્રાક્ષની માળા પારસ-પાવન-પરમધામ પ્રેરિત લક્કી ડ્રોનું કાર્ડ અને બહુમાનનું કવર આપવામાં આવશે. પદયાત્રીઓ સાયકલ કે અન્‍ય વાહન સાથે રાખી પદયાત્રામાં જોડાશે તેઓને બહુમાન કવર તથા લક્કી ડ્રો નો પાસ આપવામાં આવશે નહીં.

પૂ. સંતો તથા પૂ.મહાસતીજી વળંદના શ્રીમુખેથી વિવિધ રાગોમાં પૂ. ગુરુદેવના મહાપ્રયાણના સમયે તેનું બપોરે ૧.૩૯ કલાકે ૅ તપસ્‍વી ગુરૂ શરણું મુમ મ સકલ વિઘ્‍ન હરણં મમ ૅની સામૂહિક જપ સાધના થશે તથા શ્રી અનારૂપ્‍લોટ જૈન સંઘ તથા નેમીનાથ વિતરાગ જૈન સંઘના બહેનો અને આગમદિવાકર પૂ. જનકમુનિ મ.સા. પ્રેરિત કન્‍યા છાત્રાલયની દિકરીઓ કળતિ રજૂ કરશે તેમજ પૂ મહાસતીજીશ્રીઓ દ્વારા પૂ. ગુરુદેવના જીવનદર્શન આધારિત પ્રાઈઝ એન્‍ડ પીશમેન્‍ટ પ્ર‘મંચ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન રાખેલ છે.

આ વર્ષે ગુરૂભક્‍તો માટે નવકારશી ગુરૂપ્રસાદના પાસની વ્‍યવસ્‍થા મુજબં (૧) જેઓ તીર્થધામ સમાધી એ બસમાં આવવાના તેઓ માટેના બસના પાસ (૨) માત્ર ને માત્ર પદયાત્રા દ્વારા આવવાના છે તે પદયાત્રીઓના પાસ (૩) જે ભકતો બસમાં અથવા પદયાત્રા દ્વારા ન આવતા પોતાના વાહનમાં તીર્થધામ પહોંચવાના છે. તેઓને પાસ તીર્થધામ સમાધીથી સવારના ૮ થી ૯.૩૦ સુધીમાં મળી જશે. પદયાત્રીઓના તથા બસના પાસ એમ અલગ અલગ બંને પાસ રાજકોટના તમામ સંઘોમાં મોકલી આપવામાં આવેલ છે જે ના.૩૧ મંગળવાર થી તા. ૬ સોમવાર સાંજ સુધીમાં મળશે. બસમાં આવનાર ભાવિક ભકતોએ બુધવાર તા. ૮ ના સવારે ૭ કલાકે પીકઅપ પોઈન્‍ટ ઉપર આવી જવાનું છે. બસ કર્યાં પોઈન્‍ટ ઉપરથી મળશે તેનો  કાગળ પણ પાસની સાથે દરેક સંઘોમાં મોકલાવેલ છે. વિશેષ માહિતી તથા પાસની જરૂરિયાત માટે ડોલરભાઈ કોઠારી - (મો. ૯૮૨૫૩ ૧૭૩૩૩), ભાવેશભાઈ શેઠ મો. ૯૮૨૫૦ ૭૨૩૭ર) તથા વાહનની વ્‍યવસ્‍થા માટે મયુરભાઈ શાહ (મો. ૯૩૭૪૧ ૦૦૦૭૫) વિમલભાઈ શેઠ મો. ૯૮૨૪૪ ૮૩૨૪૬)નો સંપર્ક કરવા રતિગુરૂ ફાઉન્‍ડેશનની યાદીમાં જણાવાયું છે.

(3:03 pm IST)