Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

રાજકોટની હેડ પોસ્‍ટ ઓફિસ ખાતે આજથી તા. ૮ સુધી સુકન્‍યા ખાતા ખોલવાનો કેમ્‍પ

રાજકોટ તા.૧ : રાજકોટની હેડ પોસ્‍ટ ઓફિસ ખાતે આજથી તા. ૮ ફેબ્રુઆરી સુધી ખાસ સુકન્‍યા સમૃધ્‍ધિ એકાઉન્‍ટ ઓપનિંગની મેગા ડ્રાઈવ રાખવામાં આવી છે.

ભારત સરકાર દ્વારા ૧૦ વર્ષ કે તેથી નાની વયની બાળકીઓ માટે સુકન્‍યા સમૃધ્‍ધિ યોજના અન્‍વયે આકર્ષક વ્‍યાજદર સાથે બચત ખાતું ખોલી આપવામાં આવે છે. જેની માહિતી મેળવવા તેમજ ખાતું ખોલાવવા માટે ૦૧ ફેબ્રુઆરીના રોજ સવારે ૧૦ વાગ્‍યાથી રાજકોટ હેડ પોસ્‍ટ ઓફિસ ખાતે મેગા કેમ્‍પનું યોજાશે, જેમાં ૧૦ વર્ષથી નીચેની બાળકીના વાલીએ બાળકીના જન્‍મનો દાખલો, માતા અથવા પિતાના આધારકાર્ડ, પાનકાર્ડ, ૦૨ પાસપોર્ટ ફોટા તેમજ રૂપિયા ૨૫૦ સાથે લાવવાના રહેશે, આ દસ્‍તાવેજો લાવના વાલીને સુકન્‍યા સમૃધ્‍ધિ ખાતું તાત્‍કાલિક ખોલી આપવામાં આવશે. આ તકનો લાભ લેવા જાહેર જનતાને હેડ પોસ્‍ટ ઓફિસના સીનિયર પોસ્‍ટ માસ્‍ટરે અપીલ કરી છે.

(3:02 pm IST)