Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

બેસ્‍ટ ટુર્સ આયોજીત ટ્રાવેલ ઉત્‍સવને અપ્રતિમ આવકારઃ સ્‍પોટ બૂકીંગ

રાજકોટઃ રાજકોટના બેસ્‍ટ ટુર્સ એન્‍ડ ફોરેકસ પ્રા.લી. દ્વારા સાલકા સબસે સસ્‍તા એક દિન બેનર હેઠળ ટ્રાવેલ ઉત્‍સવનું આયોજન કરવામાં આવેલ. અનેક સેકટર્સ માટે અનેક ડીલ્‍સ આપવામાં આવેલ. સંખ્‍યાબંધ લોકોએ સ્‍પોટ બૂકીંગનો લાભ લીધો હતો.

એક હજાર કરતા પણ વધારે લોકોએ મુલાકાત લઇ અલગ અલગ ૫૦થી વધુ ગ્રુપ પ્રવાસોના ઓપ્‍શનમાંથી બજેટ તથા વેકેશનનાં દિવસોને અનુરૂપ પ્રવાસની વિગતો બેસ્‍ટ ટુર્સની અનુભવી ટીમ પાસે સમજી-વિચારી અને તત્‍કાલ નિર્ણય લઇ લગભગ ૩૫૦થી ૪૦૦ પેસેન્‍જર્સ સ્‍પોટ બુકીંગ કરાવેલ. પરીવાર દીઠ ફ્રી ગીફટ આપવામાં આવેલ અને રજીસ્‍ટ્રેશન કરાવેલ મુલાકાતીઓમાંથી લકકી ડ્રો કરવામાં આવેલ જેમાં ૩ દિવસનું ફ્રી પેકેજ મેળવનાર શ્રીદિનેશભાઇ માકડીયાએ બેસ્‍ટ ટુર્સની સર્વિસ અગાઉ પણ માણેલ છે.

આ વર્ષ માટે યોજાયેલ ટ્રાવેલ ઉત્‍સવને સહકાર આપવા બદલ બેસ્‍ટ ટુર્સ એન્‍ડ ફોરેન્‍સ પ્રા.લી.ના ડાયરેકટર્સ શ્રી દિપકભાઇ, વત્‍સલભાઇ તથા અંજલીબેન કારીયા તરફથી સર્વે મુલાકાતીઓનો આભાર વ્‍યકત કરી વત્‍સલભાઇએ માહિતી આપેલ કે ભવિષ્‍યમાં પણ અમે આવી આકર્ષક ઓફર્સ લઇને આવતા રહીશું તથા આવનાર પોર્ટલ બેસ્‍ટ ટુર્સ ઓનલાઇન લાઇવ કરી ઘરે બેઠા બુકીંગ કરાવવાની સગવડ રાજકોટ-સૌરાષ્‍ટ્ર ઉપરાંત પુરી દુનિયા માટે ઉપલબ્‍ધ કરાવીશું. બેસ્‍ટ ટુર્સના પેકેજ ટુરના હેડશ્રી કરણભાઇએ જણાવેલ કે લોકો યાજ્ઞીક રોડ, શીવમ કોમ્‍પલેક્ષ ખાતેની ઓફીસે વેકેશન બુક કરાવી શકે છે આ માટે નામ નોંધણી ફોન ૦૨૮૧-૬૧૩૦૦૦૦, મો.૯૭૧૨૭ ૬૪૮૦૦

(3:01 pm IST)