Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

ગોંડલમાં જુગાર રમતા ૧૧ શખ્‍સો પકડાયા

રાજકોટ તા. ૧: ગોંડલમાં બસ સ્‍ટેન્‍ડ સામે, જાહેરમાં જુગાર રમતા ૧૧ શ-ખ્‍સોને પોલીસે ઝડપી લીધા હતા.

મળતી વિગતો મુજબ ગોંડલ બસ સ્‍ટેન્‍ડ સામે શીવ હોટલની પાછળ જાહેર રોડ પર જુગાર રમાતો હોવાની બાતમી મળતા સીટી પોલીસના પો.કો. કમલેશભાઇ ગોંડલીયા તથા સ્‍ટાફે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) યુસુફ અલીભાઇ ખંપાસ ધંધો મજુરી રહે. ગોંડલ મોટી બજાર દરબાર બારી, (ર) મહમદ ગફારભાઇ કટારીયા ધંધો મજુરી રહે. ગોંડલ ભગવતપરા શેરી ર૯/ર, (૩) અહેમદ સલીમભાઇ રાઠોડ ધંધો મજુરી રહે. ગોંડલ ચોરડી દરવાજા ગોકુલ ફરસાણની સામે, (૪) આમદ કાસમભાઇ ખીરાણી ધંધો-મજુરી રહે.-ગોંડલ પાંજરાપોળ પાસે મતવાના ઢોરો ભીમનાથ મંદિર પાસે, (પ) અલ્‍તાફ અમીનભાઇ રાઠોડ ધંધો-મજુરી રહે. ગોંડલ મફતીયાપરા, વોરાકોટડા રોડ, (૬) અબુ હાસમભાઇ આદમાણી ધંધો મજુરી રહે. ગોંડલ ભગવતપરા શેરી નં. ૩૧/૭ (૭) ઉમર સુમારભાઇ પતાણી જાતે-સુમરા ઉ.વ. પર ધંધો-મજુરી રહે. ગોંડલ વોરાકોટડા આવાસ કવાર્ટર નં. પ૧૧, (૮) અયુબ આમદભાઇ પઠાણ ધંધો-મજુરી રહે-ગોંડલ ગુંદાળા દરવાજા અંદર, (૯) ગુલામહુસેન મહમદઅલી સૈયદ ધંધો મજુરી રહે. ગોંડલ વોરાકોટડા રોડ આવાસ કવાર્ટર નં. પ૪૪, (૧૦) સુલેમાન ઇશાભાઇ ખીમાણી ધંધો-મજુરી રહે. ગોંડલ પાંજારાપોળ ભીમનાથ મંદીર સામે તથા (૧૧) અલીઅજગર ઇનાયતભાઇ સામ ધંધો મજુરી રહે. ગોંડલ નાગરશેરી ભટ્ટગોપાલની શેરી ને રોકડા રૂા. ૧૧,ર૦૦ તથા ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:42 am IST)