Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

આજથી રાજકોટ ડેરી દ્વારા કિલો ફેટે રૂા.૧૦નો વધારોઃ દૂધ ઉત્‍પાદકોને લાભ

દૂધ મંડળીઓને કિલો ફેટે રૂા. ૭૭૦ ચૂકવાશે : ગોરધનભાઇ

રાજકોટ, તા. ૧ :  દૂધ સંઘના અધ્‍યક્ષ ગોરધનભાઇ ધામેલીયા અને નિયામક મંડળના સભ્‍યો દ્વારા સંઘ સાથે જોડાયેલા હજારો દૂધ ઉત્‍પાદકોના આર્થિક અને સામાજિક હિતોને ધ્‍યાનેમાં રાખીને નિર્ણયો લેવામાં આવે છે. હાલની કલાઇમેન્‍ટ ચેન્‍જ ઇફેકટ અને અતિશય ઠંડીને ધ્‍યાનમાં રાખીને દૂધ ઉત્‍પાદકોની આર્થિક  રીતે મદદ થવાનો ઉદેશથી સંઘના નિયામક મંડળે પ્રતિ કિલો ફેટે રૂા. ૧૦નો ભાવ વધારો કરીને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂા. ૭૭૦ કરવા નિર્ણય નકકી કરેલ છે.

અત્‍યારે દુધ મંડળીઓને પ્રતિ કિલો કેટનો ભાવ ૭૬૦ ચુકવવામાં આવી રહ્યો છે. ગયા વર્ષે આ સમમગાળામાં પ્રતિ કિલો ફેટનો ભાવ રૂા. ૬૭૦ હતો જેની સરખામણીએ આ જાહેરાતથી દૂધ ઉત્‍પાદકોને રૂા. ૧૦૦ વધુ મળશે. દૂધ સંઘ આજે તા. ૧ થી દૂર મંડળીઓને પ્રતિકિલો ફેટે રૂા. ૭૭૦ ચુકવવામાં આવશે અને દૂધ મંડળીઓ તેના દુધ ઉત્‍પાદકોને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂા.૭૬પ ચુકવશે. આ નિર્ણયથી દૂધ સંઘ સાથે જોડાયેલ પ૦ હજારથી વધારે દુર ઉત્‍પાદકોને આર્થિક ફાયદો થશે. આ જાહેરાત દૂધ સંઘના અધ્‍યક્ષ ગોરધનભાઇ ધામેલીયા જણાવે છે.

(10:59 am IST)