Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

ત્રણ મહિનામાં ત્રણ ટુવ્હીલરની ઉઠાંતરી કરનાર જંગલેશ્વરનો રોહિત ઝડપાયો

ભકિતનગરના રણજીતસિંહ અને વાલજીભાઇની બાતમી પરથી પકડી લેવાયોઃ પોકેટકોપ અને સુરક્ષાકવચ એપ્લીકેશનની મદદથી પીઆઇ જે. ડી. ઝાલા અને ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૧: જંગલેશ્વર શેરી નં. ૩૦ ગેબી સરકાર નામના મકાન સામે રહેતાં રોહિત મોહનભાઇ ચાંડપા (ઉ.વ.૨૬)ને ભકિતનગર પોલીસે ત્રણ વાહનચોરીના ગુનામાં પકડી લીધો છે.

ડી. સ્ટાફના હેડકોન્સ. રણજીતસિંહ પઢારીયા અને વાલજીભાઇ જાડાને મળેલી બાતમી પરથી રોહિતને જંગલેશ્વર રોડ ૫૦ ફુટના ઢાળીયા પાસેથી જીજે૦૩ડીજે-૯૬૬૬ નંબરના એકટીવા સાથે સકંજામાં લેવાયો હતો. આ વાહન શંકાસ્પદ હોવાની બાતમી હોઇ તેની આકરી પુછતાછ કરવામાં આવતાં યોગ્ય જવાબ ન આપતાં પોકેટકોપ મોબાઇલ  એપ અને સુરક્ષા કવચ એપ્લીકેશનનો ઉપયોગ કરવામાં આવતાં આ વાહનના માલિક ધવલ અશોકભાઇ ઉનડકટ (રહે. મેહુલનગર) હોવાનું ખુલતાં વિશેષ પુછતાછ કરતાં તેણે એક મહિના પહેલા આ એકટીવા ચોરી કર્યાનું કબુલ્યું હતું.

એ પછી વધુ પુછતાછ થતાં બીજા બે એકટીવાની ઉઠાંતરી કર્યાનું પણ કબુલતાં તેની ધરપકડ કરી કુલ ૮૦ હજારના ત્રણ ચોરાઉ વાહનો કબ્જે કરાયા હતાં. જેમાં ઇટર્નો બે મહિના પહેલા ગાયત્રીનગરમાંથી અને એકટીવા અઢી મહિના પહેલા કોઠારીયા રોડ ભગતસિંહજી શોપીંગ સેન્ટર પાસેથી ચોરી કર્યાનું કબુલ્યું હતું.પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ. એલ. રાઠોડની સુચના મુજબ પીઆઇ જે. ડી. ઝાલની રાહબરીમાં પીએસઆઇ જે. બી. પટેલ, એએસઆઇ ફિરોઝભાઇ શેખ, રણજીતસિંહ, મનરૂપગીરી, સલિમભાઇ, વાલજીભાઇ, મનિષભાઇ, દિવ્યરાજસિંહ, ભાવેશભાઇ, રણજીતસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ ઝાલા, રાજેશભાઇ ગઢવીએ આ કામગીરી કરી હતી. આ શખ્સ અગાઉ પણ વાહનચોરીમાં પકડાઇ ચુકયાનું ખુલ્યું હતું.

(3:51 pm IST)