Gujarati News

Gujarati News

News of Saturday, 1st February 2020

સ્ટે‌ન્ડિગ કમિટિ દ્વારા સાંજથી બજેટનો અભ્યાસ શરૂ

રાજકોટઃ મ્યુ. કોર્પોરેશનનું વર્ષ ર૦ર૦-ર૧ નું નવુ અને વર્ષ ર૦૧૯-ર૦ નું રિવાઇઝડ ડ્રાફટ બજેટ આજે સવારે મળેલી સ્ટેન્ડીંગ કમીટીમાં અધ્યક્ષ ઉદય કાનગડને સુપ્રત કર્યુ હતુ. આ અંગે સ્ટે.ચેરમેન ઉદય કાનગડે જણાવ્યુ હતુ કે, આજ સાંજથી જ સ્ટેન્ડિગ કમિટિની બેઠક બોલાવી સભ્યો દ્વારા બજેટનો અભ્યાસ શરૂ કર્યો છે. વધુમાં જણાવ્યુ હતુ કે, વિવિધ શાખાનાં અધિકારીઓ સાથે પ્રોજકેટોની ચર્ચા કરવામાં આવશે. મ્યુ. કોર્પોરેશનનું વર્ષ ર૦ર૦-ર૧ નું બજેટઆવતા સપ્તાહે સ્ટેન્ડિગ કમિટિ દ્વારા  રજૂ કરાશે.

(12:25 pm IST)