Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

સમસ્ત બ્રહ્મસમાજ રાજકોટ દ્વારા રેલ્વે ઇન્સ્ટીટયુટ ખાતે ટેબલ ટેનીસ ટુર્નામેન્ટનું શાનદાર આયોજન

રાજકોટઃ શ્રી સમસ્ત બ્રહ્મસમાજ - રાજકોટ દ્વારા યુવાનોમાં રમત પ્રત્યે રૂચી વધે તથા સ્થાનિક કક્ષાએથી યોગ્ય પ્રતિભાશાળી યુવાનોને આગળ વધવા માટે પ્રોત્સાહન મળે તેમજ ભવિષ્યના સારા ખેલાડીઓ તૈયાર થાય તે હેતુથી વિવિધ રમત-ગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત શ્રી સમસ્ત બ્રહ્મસમાજ - રાજકોટ તથા જગજીવન રામ રેલ્વે ઇન્સ્ટીટયુટ દ્વારા ઓપન રાજકોટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આગામી તા.૯ તથા ૧૦ ફેબ્રુઆરીના આયોજન કરવામાં આવેલ છે.

આ ટેબલ ટેનિસ સ્પર્ધા વિવિધ વિભાગોમાં રમાડવામાં આવશે. જેમાં જુનિયર (અન્ડર-૧૭) ભાઇઓ તથા બહેનો, યુથ (અન્ડર-૨૧) ભાઇઓ તથા બહેનો, સિનિયર (અન્ડર-૪પ) ભાઇઓ તથા બહેનો તેમજ વેટરન (૪પ વર્ષથી વધુ) ભાઇઓ માટેની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ છે. આ ટુર્નામેન્ટમાં દરેક વિજેતા ખેલાડીઓને આકર્ષક ઇનામો દ્વારા સન્માનીત કરવામાં આવશે સાથે આ ટુર્નામેન્ટને અશ્વિનભાઇ મહેતા મેમોરીયલ તરીકે રમાડવામાં આવશે.

સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન શ્રી સમસ્ત બ્રહ્મસમાજ-રાજકોટના પ્રમુખ દર્શિતભાઇ જાની, વેસ્ટર્ન રેલ્વે યુનિયનના અગ્રણી હિરેનભાઇ મહેતા, જાણીતા ટેબલ ટેનિસ ખેલાડી મનિષભાઇ મહેતા તથા બ્રિજેશભાઇ આયોજક તરીકે જહેમત ઉઠાવી રહ્યા છે. ભાગ લેવા ઇચ્છતા લોકોએ શ્રી મનિષભાઇ મહેતા (મો.૯૮૨૫૨ ૧૭૮૩૮), શ્રી બ્રિજેશભાઇ (મો.૯૮૨૫૫ ૦૬૦૦૭) તથા મયુરભાઇ પાઠક (મો.૯૮૨૪૨ ૧૩૯૭૭) નો સંપર્ક કરવો.

ટુર્નામેન્ટમાં શ્રી સમસ્ત બ્રહ્મસમાજ-રાજકોટના મોભી કશ્યપભાઇ શુકલ, મહામંત્રી દિપકભાઇ પંડયા, કમલેશભાઇ ત્રિવેદી, ઉપપ્રમુખ નલીનભાઇ જોશી, દક્ષેશભાઇ પંડયા, જીજ્ઞેશભાઇ ઉપાધ્યાય, પ્રશાંતભાઇ જોષી વિગેરે આગેવાનોના માર્ગદર્શન હેઠળ આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ.(૨૩.૧૦)

 

(4:30 pm IST)