Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

રાજકોટ પુરવઠા સાફઃ હવે એકમાત્ર ચીફ સપ્લાય ઇન્સ્પેકટર પરસાણીયાઃ DSOની બદલી

તાજેતરમાં નાયબ મામતલદારની બદલીમાં રાદડિયા પણ ગયા'તાઃ હવે પરસાણીયા એકે હજારા

રાજકોટ તા.૧: રાજ્યના મહેસુલ ખાતાએ આજે GAS કેડરની બદલીનો ધાણવો ચીપ્યો છે, ૨૧ જેટલા ડે.કલેકટરોની બદલીના ઓર્ડરો કર્યા છે, તેમાં ધોરાજી પ્રાંત તુષાર જોષી તો, રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી વાય.પી. જોષીની બદલી કરી નાંખી છે, તુષાર જોષીને વીસાવદર તો  ડીએસઓને વંથલી મુકવામાં આવ્યા છે.

હાલ પુરવઠામાં ડીએસઓ જોષી અને ચીફ સપ્લાય ઇન્સપેકટર હસમુખ પરસાણીયા બંને રાજકોટ શહેર જિલ્લામાં હવાલો સંભાળતા હતા, આ અગાઉ પરસાણીયાના સાથીદાર ઇન્સપેકટર શ્રી વિજય રાદડિયાને કલેકટરે તાજેતરમાં ચૂંટણીની સ્પે. કામગીરી માટે બદલાવ્યા હતા.

હવે પુરવઠા માંથી ડીએસઓ બદલાતા, પુરવઠા કચેરી સાવ સાફ થઇ ગઇ છે, ચેકીંગમાં હવે એકલા હસમુખ પરસાણીયાને ઝઝુમવાનો વારો આવ્યો છે, અગાઉ ડીએસઓ શ્રી જોષીએ એવો નિર્દેશ આપ્યો હતો કે પરસાણીયા સિંહ છે, અને સિંહના ટોળા ન હોય, હવે પુરવઠામાં પરસાણીયા એ કે હજારા જેવો તાલ સર્જાયો છે, પુરવઠાની લોબીમાં આવી ભારે ચર્ચા છે.

 

(4:25 pm IST)