Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

વાંચે રાજકોટઃ ૯મીએ જ્ઞાનનો ખજાનો ખુલશે

રેસકોર્ષમાં સાંજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સૌરાષ્ટ્ર બુકફેરનો પ્રારંભ કરાવશેઃ પાંચ દિ'નું આયોજનઃ મ્યુ. કોર્પોરેશન અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે યોજાશેઃ પત્રકાર પરીષદમાં વિસ્તૃત માહીતી રજુ કરતા મેયર-મ્યુ. કમિશ્નર

સૌરાષ્ટ્ર બુકફેર માટે યોજાયેલ પત્રકાર પરિષદમાં મેયર બિનાબેન, મ્યુ. કમીશનર બંછાનિધીપાની એ વિસ્તૃત માહિતી આપી હતી. આ પત્રકાર પરિષદમાં  શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, ભાજપ નીતિનભાઇ ભારદ્વાજ, ડેપ્યુટી મેયર અશ્વિનભાઇ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઇ કાનગડ, સિન્ડીકેટ સભ્ય ડો. મેહુલભાઇ રૂપાણી, કો-ઓર્ડીનેટર ડો. વિજય દેશાણી, મહાનગરપાલિકાની સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન આશિષભાઇ વાગડિયા તેમજ સૌરાષ્ટ્ર  યુનિવર્સિટી અને રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : અશોક બગથરીયા) (૪.૧૪)

રાજકોટ, તા., ૧:  મહાનગરપાલિકા અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સંયુકત ઉપક્રમે વાંચે ગુજરાત અભિયાન અંતર્ગત તા.૦૯ થી ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૯ દરમ્યાન રેસકોર્સ મેદાન ખાતે સૌરાષ્ટ્ર બુકફેર અને લિટરેચર ફેસ્ટીવલનું શાનદાર આયોજન કરવામાં આવનાર છે. જેમાં શબ્દ સંવાદ, સાહિત્ય સંધ્યા, કિડ્ઝ ફેસ્ટીવલ, સર્જન વર્કશોપ સહિતના કાર્યક્રમો પણ યોજાશે, તેમ  બિનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને આજે તા. ૧-૨-૨૦૧૯ ના રોજ યોજવામાં આવેલ પત્રકાર પરિષદમાં જાહેરાત કરવામાં આવી હતી.

આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્યે એમ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર બૂકફેર એન્ડ લિટરેચર ફેસ્ટીવલ માત્ર રાજકોટ કે સૌરાષ્ટ્ર જ નહી, પરંતુ સમગ્ર રાજય માટે એક ખાસ નજરાણું બની રહેશે.કોલકતામાં સને-૧૯૫૦ આસપાસ બનેલી લાઈબ્રેરી અત્યારે ૨૬ લાખથી પણ વધુ પુસ્તકો ધરાવે છે. આ બૂક ફેસ્ટીવલ દરમ્યાન એક વિશે આયોજન પણ કરાયું છે, જેમાં ગરીબ બાળકોને પુસ્તકોની ગિફ્ટ આપી શકાય તે માટે હું તમામ શહેરીજનોને પોતાની પાસે રહેલા પુસ્તકો અત્રે ગિફ્ટમાં આપે.

આ પ્રસંગે મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ એમ જણાવ્યું હતું કે, આપણા દેશની આઝાદીની લડાઈના સમયમાં અને ત્યારબાદથી અત્યાર સુધી સૌરાષ્ટ્રએ અનેક નામી સાહિત્યકારો, કવિઓ અને લેખકો આપ્યા છે જે આપણી સામાજિક વૈચારિક સમૃદ્ઘિની ગવાહી પૂરે છે.

પત્રકાર પરિષદના પ્રારંભે ડો. મેહુલ રૂપાણીએ સૌરાષ્ટ્ર બૂકફેર એન્ડ લિટરેચર ફેસ્ટીવલ વિશે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, સૌરાષ્ટ્ર બુકફેર અને લીટરેચર ફેસ્ટીવલ દરમ્યાન વિવિધ કાર્યક્રમો પણ યોજાશે. જેમા રોજ સાંજે ૪થી૬ વાગ્યા દરમ્યાન શબ્દ સંવાદ,  સાંજે ૭થી ૯ વાગ્યા દરમ્યાન તરવરાટ સાહિત્ય સંધ્યા, સવારે ૧૦થી૧ વાગ્યા સુધી લોડ્ઝ ફેસ્ટીવલ અને સવારે ૧૧ થી ૧ વાગ્યા સુધી સર્જન વર્કશોપ યોજાશે.

આ બૂક ફેરનું ઉદઘાટન તા. ૯ના રોજ સાંજે મુખ્યમંત્રી   વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે થશે. મેયર   બિનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને યોજાનાર આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુની.ના વાઈસ ચાન્સેલર   પ્રો. નીલાંબરીબેન દવે, રાજયના અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતોના મંત્રી શ્રે જયેશભાઈ રાદડિયા, અગ્ર સચિવ   અંજુ શર્મા  તેમજ તા.૧૩-૨-૨૦૧૯ ના રોજ સાંજે મેયરના અધ્યક્ષ સ્થાને યોજાનાર સમાપન સમારોહમાં પૂ.   રમેશભાઈ ઓઝા આશીર્વચનો પાઠવશે. ઉપરાંત આ અવસરે રાજયના શિક્ષણ મંત્રી   ભુપેન્દ્રસિંહ ચુડાસમા, લોકસાહીત્યકાર પદ્મ    ભીખુદાનભાઈ ગઢવી, પ્રો. નીલાંબરીબેન દવે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત આ બંને કાર્યક્રમોમાં મુખ્ય મહેમાન તરીકે, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા, ગુજરાત ફાઈનાન્સ બોર્ડના ચેરમેન   ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ઓ   ગોવિંદભાઈ પટેલ,   અરવિંદભાઈ રૈયાણી,   લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી   અંજલિબેન રૂપાણી, શહેર ભાજપ પ્રમુખ   કમલેશભાઈ મીરાણી, ડેપ્યુટી મેયર   અશ્વિનભાઈ મોલીયા, પ્રદેશ ભાજપ અગ્રણી   નીતિનભાઈ ભારદ્વાજ, શાસક પક્ષના નેતા   દલસુખભાઈ જાગાણી, દંડક   અજયભાઈ પરમાર, વિપક્ષ નેતા   વશરામભાઈ સાગઠીયા, પૂર્વ ધારાસભ્ય   ભાનુબેન બાબરીયા, તેમજ વિશેષ આમંત્રિત તરીકે સૌરાષ્ટ્ર યુની.ના સિન્ડીકેટ સભ્યો   નેહલભાઈ શુકલ,   ડો. ભાવિનભાઈ કોઠારી,   ડો. ગીરીશભાઈ ભીમાણી, ડો. વિજયભાઈ પટેલ, ડો. ધરમભાઈ કાંબલીયા, ડો. હરદેવસિંહ જાડેજા, ડો. અનિરુદ્ઘસિંહ પઢિયા, ડો. વિમલભાઈ પરમાર,  મતી પ્રફુલ્લાબેન રાવલ, ડો. પ્રવિણસિંહ ચૌહાણ, ડો. ભરતભાઈ વેકરીયા, ડો. ભરતભાઈ રામાનુજ, મેનેજમેન્ટ ડીન ડો. પ્રતાપસિંહ ચૌહાણ, શિક્ષણ વિદ્યાશાખાના ડીન   ડો. નીદતભાઈ બારોટ, તેમજ શિક્ષણ અગ્રણી ડો. મહેશભાઈ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહેશે.

કાવ્ય, વાર્તાલેખન, શોર્ટ-ફિલ્મ મેકીંગ, બ્લોગ-રાઇટીંગ, સરદાર સાહેબ પર વકતવ્ય, સૌરાષ્ટ્રનું લોકજીવન, આજની તારીખે ગાંધી વિચારો જેવા વિષયો પર સંવાદ પુસ્તક મેળાનો લાભ ફકત મોટેચરાઓ પુરતો સિમિત ન રાખતા, બાળકો માટેની વાન મિનિટ ગેમ્સ, ક્રિએટીવ ક્રાફટ, બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ, ચિત્ર હરિફાઇ અને ફોટો બેઇઝ સ્ટોરી રાઇટીંગ જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન

આ પુસ્તક મેળામાં દરરોજ પાંચ દિવસ અલગ-અલગ કાર્યક્રમો યોજાશે. જેમાં જ્ઞાનવત્સલ સ્વામી, ડો.જગદીશ ત્રિવેદી, અપુર્વ મુની સ્વામી, રામેશ્વરદાસ હરીયાણ, રોહીત વઢવાણ, શૈલેષ સગપરીયા, ડો. શરદ ઠાકર, નિરેન ભટ્ટ, હારીત ઋષી પુરોહીત, જયોતી ઉનડકટ, જીજ્ઞેશ અધ્યારૂ, જયદીપ પરીખ, સંજુ વાળા, મણીલાલ પટેલ, સુભાષ ભટ્ટ, દ્રષ્ટિ પટેલ, નિલેશ્વરદાસ, દેવેન્દ્ર સ્વામી, આર.જે.દેવકી, કૌશીક મહેતા, દિપક રાજાણી, કિન્નર આચાર્ય, અજય ઉમઠ, કાના બાટવા, કૃષ્ણકાંત ઉનડકટ, જવલંત છાયા તથા કાજલ વૈદ્ય ઓઝા, અંકીત ત્રિવેદી, જય વસાવડા, સાંઇરામ દવે સહીતના સાહિત્ય તથા કલા ક્ષેત્રના વકતાઓનો વકતવ્ય રહેશે.

બુક ફેર  સાથે ....સાથે

રાજકોટઃ બૂકફેરમાં વિખ્યાત પ્રકાશનોના ૧૫૦થી વધુ બૂક સ્ટોલ, ઓથર્સ કોર્નર, ફૂડ કોટ, બાળકો માટે વિશેષ કાર્યક્રમ, સેલ્ફી પોઈન્ટ, કલા, સાહિત્ય અને સમાજ જીવનના વિકાસને પ્રગટ કરતી કલાકૃતિ, સૌરાષ્ટ્ર બુકફેર વેલકમ ટેબ્લો, સૌરાષ્ટ્રની ઝાંખી કરાવતું પેઈન્ટીંગ, વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશન દ્વારા લાઈવ અપડેટ, વિગેરે આયોજન કરવામાં આવેલ છે. શબ્દ સંવાદ કાર્યક્રમમાં વાંચન અને વિચાર, તરવરાટથી તેજસ્વિતા, આજ અને આવતીકાલ, સરદાર વલ્લભભાઇ પટેલ તથા સૌરાષ્ટ્રનું લોકજીવન, વગેરે વિષયો આવરી લેવાશે.

 

(4:23 pm IST)