Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

સ્‍ટેન્‍ડિંગ કમિટી દ્વારા બજેટના અભ્‍યાસનો ધમધમાટ આવતા સપ્‍તાહે બજેટ રજ

 રાજકોટઃ મ્‍યુ. કોર્પોરેશનનુ ચાલુ સાલ સને ૨૦૧૮-૧૯ રિવાઇઝ્‍ડ બજેટ તથા આગામી સાલ સને ૨૦૧૯-૨૦ના વાર્ષિકનું બજેટ મ્‍યુનિસિપલ કમિશનરશ્રી દ્વ્રારા સ્‍ટે.કમિટીમાં રજુ કરવામાં આવેલ છે. આ બજેટ અંગે ચર્ચા વિચારણા કરવા સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેનશ્રી ઉદયભાઈ કાનગડના અધ્‍યક્ષ સ્‍થાને મીટિંગ મળેલ છે. આ મીટીંગમાં સ્‍ટેન્‍ડિંગ કમિટીના સભ્‍ય કમલેશભાઈ મીરાણી, કશ્‍યપભાઈ શુક્‍લ, પુષ્‍કરભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, ડો.જૈમનભાઈ ઉપાધ્‍યાય, અનિલભાઈ રાઠોડ, જાગૃતિબેન ઘડિયા, મીનાબેન પારેખ, ડો.દર્શિતાબેન શાહ, ઘનશ્‍યામસિંહ એ. જાડેજા, તથા કોર્પોરેશનના ડે.કમિશનરશ્રી ડી.જે.જાડેજા, શ્રી નંદાણી, શ્રી ગણાત્રા, ચીફ એકાઉન્‍ટન્‍ટ સવજીયાણી, ચીફ ઓડિટર કે.એલ. ઠાકોર, મ્‍યુનિસિપલ સેક્રેટરી એચ.પી.રૂપારેલીઆ, ડેપ્‍યુટી સેક્રેટરી સી.એન.રાણપરા, વિગેરે જુદા જુદી શાખાના અધિકારીઓ ઉપસ્‍થિત રહેલ. સુધારા વધારા સાથે આપતા સ્‍ટેન્‍ડિંગ ચેરમેન દ્વારા આપતા સપ્‍તાહે બજેટ રજુ થવાની શકયતા દર્શાવાય રહી છે.

(4:16 pm IST)