Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

ઇન્‍કમટેક્ષ કાયદા હેઠળ આવકવેરાના સ્‍લેબમાં કોઇ ફેરફાર નથી

પગારની આવક ઉપર રૂા.૪૦,૦૦૦ સ્‍ટાર્ન્‍ડડ  ડીડકશન મળશે. લોન્‍ગ ટર્મ  કેપીટલ  ગેન્‍સ પર હવે ૧૦ % ટેકસ આપવો પડશે. (એક લાખથી ઉપરની રકમ માટે) શોર્ટ ટર્મ કેપીટલ ગેન્‍સ ઉપર કોઇ ફેરફાર કરેલ નથી. સીનીયર સીટીઝન માટે એફ.ડી. ઉપર વ્‍યાજમાં ટીડીએસની મર્યાદા રૂા.૧૦,૦૦૦ થી વધારી ૫૦,૦૦૦ કરેલ છે. સીનીયર સીટીઝન માટે હેલ્‍થ  ઇન્‍સ્‍યોરન્‍સની લીમીટ કલમ ૮૦ડી હેઠળ રૂા.૩૦,૦૦૦ થી વધારીને રૂા.૫૦,૦૦૦ કરેલ છે. કંપની માટે કોર્પોરેટ ટેક્ષ ૨૫% કરેલ છે. સીનીયર સીટીઝન માટે હેલ્‍થ ટ્રીટમેન્‍ટની મર્યાદા ૬૦,૦૦૦ થી વધારી રૂા.૧,૦૦,૦૦૦ કરેલ છે. કેટપીટલ ગેઇન માટે કલમ ૫૪ ઇસી હેઠળ બ્રાન્‍ડ રોકાણની મર્યાદા ૩ વર્ષથી વધારી ૫ વર્ષ કરેલ છે. કલમ ૮૦સી હેઠળ રૂા.૧,૫૦,૦૦૦ છુટની મર્યાદામાં કોઇ ફેરફાર નથી. આવક વેરા હેઠળ એજયુકેશન સેસ ૩% થી વધારી ૪% કરેલ છે. આવકવેરા હેઠળ ઇએસેસમેન્‍ટ  સ્‍કીમ ફરજીયાત કરેલ છે. પગારદારને મળતુ ટ્રાન્‍સપોર્ટ એલાઉન્‍સ (રૂા.૧૯૨૦૦) તથા મેડીકલ એલાઉન્‍સ (રૂા.૧૫૦૦૦) રદ કરેલ છે. આમ જોતા વેપારીઓને કે મધ્‍યમ વર્ગને તથા પગારદારને જે રાહત આપવી જોઇએ તે આપેલ નથી, જે આશા ઉપર  પાણી ફેરવેલ છે. ઓવર ઓલ બજેટ નિરાશા જનક કહી શકાય.

ધવલ ઇશ્‍વરભાઇ ખખ્‍ખર

મો.૯૮૭૯૩ ૩૨૦૯૪

(4:31 pm IST)