Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

ચોરેલી કારના એન્‍જીનના ચેસીસ નંબર બદલાવી ગુનો આચરનાર આરોપી હર્ષદ ઉર્ફે કાળીયાને ૩ વર્ષની સજા

પુરાવાના અભાવે ધર્મેન્‍દ્ર ઉર્ફે મુન્‍ના વડગામાને છોડી મુકવાનો હુકમ

રાજકોટ,તા.૧: આ કેસની વિગત એવી છે કે, આ કામના આરોપી નં-૧નાએ ફરીયાદીની કાર નંબર જી.જે.૬-સીબી ૮૬૨૨ની ચોરી કરી લઈ આરોપી નં-૨ની મદદથી આરોપી નં-૨નાએ ચોરેલ કાર પોતાના ગરેજમાં કારના અસલ નંબર બદલાવી અન્‍ય કારના ચેસીસ નંબર લગાડેલ.

આરોપી નં-૨ ધર્મેન્‍દ્ર ઉર્ફે મુન્‍નો બાબુભાઈ વડગામાને કિ.પ્રો.કોડની કલમ-૨૪૮ (૧) અન્‍વયે ઈ.પી.કો. કલમ-૩૭૯, ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૨૦૧, ૧૧૪ના ગુનામાં પુરાવાના અભાવે છોડી મુકવાનો હુકમ કરવામાં આવે છે.

આરોપી હર્ષદ ઉર્ફે કાળીયો હરીભાઈ ધામેલીયાને ઈ.પી.કો.કલમ- ૩૭૯, ના ગુનામાં કસુરવાર ઠરાવી ત્રણ વર્ષની સાદી કેદની સજા તથા રૂા.૩૦૦૦ દંડ કરવાનો હુકમ કરવામાં આવેલ. દંડ ન ભર્યેથી વધુ દિન-૩૦ની સાદી કેદની સજા કરવાનો હુકમ કરવામાં આવેલ.

આરોપી હર્ષદ ઉર્ફે કાળીયો હરીભાઈ ધામેલીયાને ઈ.પી.કો.કલમ- ૪૬૫ના ગુન્‍હામાં કસુરવાન ઠરાવી બે વર્ષની સાદી કેદની સજા કરવાનો હુકમ કરવામાં આવેલ છે તથા રૂા.૩૦૦૦ દંડ કરવાનો હુકમ કરવામાં આવેલ  દંડ ન ભર્યેથી વધુ દિન-૩૦ની સાદી કેદની સજા કરવાનો હુકમ કરવાયે. આરોપી હર્ષદ ઉર્ફે કાળીયો હરીભાઈ ધામેલીયાને ઈ.પી.કો. કલમ- ૪૭૧ના ગુન્‍હામાં કસુરવાન ઠારવી બે વર્ષની સાદી કેદની સજા કરવાનો હુકમ કરવામાં આવે છે. આરોપી હર્ષદ ઉર્ફે કાળીયો હીરભાઈ ધામેલીયાને ઈ.પી.કો.કલમ-૨૦૧ના ગુન્‍હામાં કસુરવાન ઠરાવી બે વર્ષની સાદી કેદની સજા કરવાનો હુકમ કરાયેલ.

આરોપીએ કાચા કામના કેદી તરીકે ભોગવેલ સજા ક્રિ.પ્રો.કોડની કલમ-૪૨૮ મુજબ મજરે આપવી.

આ કેસમાં સરકાર પક્ષ એ.પી.પી. શ્રી સી.પી. ત્રિવેદી હતા.

(4:29 pm IST)