Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

ઘર પાસેથી કેમ નીકળ્યો? કહી ધર્મેશે યુ.પી.ના હંસનાથને ધોકાવી પાળતુ કૂતરો દોડાવી કરડાવ્યો

કૂતરાએ પગમાં બટકુ ભરી લીધું: કોઠારીયા સોલવન્ટ ગુલાબનગરનો બનાવ

રાજકોટ તા. ૧: કોઠારીયા રોડ ગુલાબનગર-૩માં રહેતાં મુળ યુ.પી.ના યુવાનને શેરીમાંથી નીકળવા બાબતે બાવાજી શખ્સે લાકડી-ઢીકાપાટુનો માર માર્યા બાદ પોતાનો પાળતુ કુતરો પાછળ દોડાવી પગે બટકુ ભરાવતાં મામલો પોલીસમાં પહોંચ્યો છે.

આજીડેમના પી.એસ.આઇ. આર. બી. વાઘેલાએ ગુલાબનગર-૩માં રહેતાં અને કારખાનામાં મજૂરી કરતાં મુળ યુ.પી.ના બલીયા ડોંગરીકાના વતની હંસનાથ છોટેલાલ ચોૈહાણ (ઉ.૨૦)ની ફરિયાદ પરથી ગુલાબગનરના ધર્મેશ લલીતભાઇ નિમાવત  સામે આઇપીસી ૩૨૪, ૩૨૩, ૨૮૯, ૫૦૪, ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે. હંસનાથના કહેવા મુજબ પોતે ધર્મેશના ઘર પાસેથી શેરીમાંથી નીકળ્યો ત્યારે ધર્મેશે તું અહિથી કેમ નીકળે છે? કહી ગાળો દેતાં ગાળો દેવાની ના પાડતાં ઢીકા-પાટુ અને ધોકાથી માર માર્યો હતો. તેમજ પોતાનું પાળેલુ કુતરૂ પાછળ દોડાવતાં કુતરાએ ડાબા પગે બટકુ ભરી લીધુ હતું. ધર્મેશના કહેવા મુજબ ગઇકાલે કારખાનામાં રજા હોઇ પોતે બનેવીના ભાઇના ઘરે જતો હતો ત્યારે આ ડખ્ખો થયો હતો.

(3:44 pm IST)