Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

વિવાદી બાંધકામના નાણા ચૂકવવા સામાન્‍ય સભાએ કરેલ ઠરાવ રદ કરતી સરકાર

જિલ્લા પંચાયતના બહુ ગાજેલા પ્રકરણમાં શાસકોના હાથ હેઠા

રાજકોટ તા.૧: જિલ્લા પંચાયતમાં નવીનીકરણ વખતે એકસેસ અને એકસ્‍ટ્રા આઇટમોના ખર્ચના વિવાદ બાબતે જિલ્લા પંચાયતની સામાન્‍ય સભામાં પ્રમુખ નિલેષ વિરાણીએ સર્વાનુમતે પ્રમુખ સ્‍થાનેથી કરાવેલ ઠરાવને વિકાસ કમિશનરે રદ કરી નાખ્‍યો છે. રૂા.૯૦ લાખ જેટલુ ચૂકવણુ કોન્‍ટ્રાકટરને ૭ દિવસમાં કરી દેવા સામાન્‍ય સભાએ કરેલ ઠરાવ વિકાસ કમિશનરે ઉડાડી દેતા ચૂકવણાનો મુદ્દો કરી અધ્‍ધરતાલ રહ્યો છે.વિકાસ કમિશનરે પંચાયત પ્રમુખ અને ડી.ડી.ઓની રજુઆત બાદ આદેશ કર્યો છે કે સબંધિત તમામ પક્ષકારોને રૂબરૂ સાંભળતા તેમજ ઉક્‍ત તમામ હકીકતો જોતાં તેમજ જિલ્લા વિકાસ અધિકારીની અને પ્રમુખની લેખિત રજૂઆત ધ્‍યાને લેતા સરકારના માર્ગ અને મકાન વિભાગના તા.૬-૧૨ના પત્રની વિગતે તેમાં જણાવેલ શરતો અન્‍વયે સક્ષમ પ્રાધિકારી દ્વારા સુધારેલી તાંત્રીક મંજુરી મેળવી ગુજરાત પંચાયત અધિનિયમની કલમ ૨૪૧ તથા તે હેઠળ બનેલા નિયમોની જોગવાઇ અનુસાર વહીવટી મંજુરી મેળવી નાણાકીય નિયમોની જોગવાઇને આધિન કાર્યવાહી કરવાની રહેશે. હવે આ કામે વધુ કંઇ કરવાનું રહેતુ ન હોય, પંચાયતની તા.૧૨-૧૦-૨૦૧૭ની સામાન્‍ય સભાએ કરેલ ઠરાવ નં.૬૫ની બજાણી મોકુફ રાખેલ. હવે તે ઠરાવ કાયમી ધોરણે પ્રતિષેધ (રદ) કરવામાં આવે છે.

(3:03 pm IST)