Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

રાજકોટના બે ઉદ્યોગપતિ બંધુઓ અને મહિલા સહિત ત્રણને દોઢ વર્ષની જેલ સજા ફટકારતી અદાલત

કેમીકલ ફેકટરીમાંથી ગંદુ દુષિત પાણી જાહેરમાં ફેલાવવા અંગે

રાજકોટ તા. ૧ : કેમિકલ ફેકટરીમાથી ગંદુ દુષિત પાણી ફેાલવવાના મામલે કોર્ટ દ્વારા રાજકોટના ઉદ્યોગપતિ પરિવારના એક મહિલા સહિત ત્રણને દોઢ-દોઢ વર્ષની જેલની સજા ફટકારવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.

આજથી દસથી બાર વર્ષ પૂર્વે ઉદ્યોગપતિ વોરા પરિવારની શાપર-રીબડા નજીક આવેલી કેમિકલ ફેકટરી દ્વારા કેમિકલનું દુષિત પાણી જનઆરોગ્ય અને પર્યાવરણને નુકશાન થાય તે રીતે છોડવામાં આવતું હોવાના મામલે પાણી અનિયમ હેઠળ રજુઆત પદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કેસ કરાયો હતો.

જે ચાલી જતા કોર્ટ દ્વારા ઇન્દુભાઇ વોરા, મહેન્દ્રભાઇ વોરા અને પરિવારના એક મહિલા સહિત ત્રણને દોઢ-દોઢ વર્ષની જેલની સજા કરવામાં આવી છે. પ્રદુષણ બોર્ડ તરફથી આ કેસ જયપ્રકાશ ત્રિવેદી દ્વારા લડવામાં આવ્યો હતો.

(12:42 pm IST)