Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

રૈયાધારમાંથી બાઇક ચોરી ફેરવતો વિજય ઉર્ફ કાળી સોલંકી પકડાયો

યુનિવર્સિટીના રવિરાજસિંહ અને ધર્મેન્દ્રસિંહની બાતમી

રાજકોટ તા. ૧: યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ. એમ.ડી. ચંદ્રાવાડીયાની રાહબરીમાં પી.એસ.આઇ. બી. જે.  કડછા, હેડકોન્સ. હરેશભાઇ પરમાર, કોન્સ. અમીનભાઇ કરગથરા, રવિરાજસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, ગિરીરાજસિંહ જાડેજા, લક્ષમણ મહાજન સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્યારે રવિરાજસિંહ અને ધમભાની બાતમી પરથી વિજય ઉર્ફ કાળી વિનુભાઇ સોલંકી (દેવીપૂજક) (ઉ.૨૧-રહે. રૈયાધાર, ધંધો મજૂરી)ને ચોરાઉ બાઇક નં. જીજે૩એએસ-૦૬૩૫ સાથે પકડી લીધો છે. આ શખ્સ કુબલીયાપરા-૫ મચ્છી ચોકમાં ઘર ધરાવે છે. પણ કેટલાક સમયથી રૈયાધારમાં ભાડેથી રહે છે. તેણે થોડા દિવસ પહેલા રૈયાધારમાંથી જ આ હોન્ડા ચોરી કર્યાનું કબુલ્યું હતું.

(10:38 am IST)