Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

ખોડીયારનગર પાસેથી ચોરાઉ બાઈક સાથે જૂનાગઢનો લખન પરમાર પકડાયો

રાજકોટ, તા. ૧ :. ખોડીયારનગર જી.ઈ.બી. સ્ટેશન પાસેથી માલવીયાનગર પોલીસે બાતમીના આધારે જૂનાગઢના શખ્સને ચોરાઉ બાઈક સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ ખોડીયારનગર જી.ઈ.બી. સ્ટેશન પાસે એક શખ્સ ચોરાઉ બાઈક સાથે નીકળવાનો હોવાની માલવીયાનગર પોલીસ મથકના કોન્સ. રોહીતભાઈ કછોટ અને મહેશભાઈ ચાવડાને બાતમી મળતા પી.આઈ. કે.એન. ભુકણના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.કે. ઝાલા, હેડ કોન્સ. મસરીભાઈ, યુવરાજસિંહ, દિગ્પાલસિંહ, ભાવેશભાઈ, હરપાલસિંહ, રોહીતભાઈ, મહેશભાઈ, હિતેષભાઈ સહિતે ખોડીયારનગર જીઈબી સ્ટેશન પાસેથી જીજે ૧૦એન ૭૧૦૮ નંબરના ચોરાઉ બાઈક સાથે જૂનાગઢ સક્કરબાગ પાસે ફુટપાથ ઉપર રહેતા લખન હીરાભાઈ પરમાર (ઉ.વ. ૩૦)ને પકડી લીધો હતો. તેણે આ બાઈક ૬ વર્ષ પહેલા જામનગરના ચેલા ગામેથી ચોરી કર્યાની કબુલાત આપી હતી. આ અંગે પોલીસે જામનગર પંચકોશી પોલીસને સોંપ્યો હતો.

(3:44 pm IST)