Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

વોર્ડ નં. પ માં માલધારી સોસાયટીમાં પેવીંગ બ્લોકનો પ્રારંભ

શહેરના વોર્ડ નં. ૫ ખાતે માલધારી સોસાયટીમાં પેવીંગ બ્લોક ફરતે કમ્પાઉન્ડ કામનો પ્રારંભ ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણીની ગ્રાન્ટમાંથી રૂ.૧૭ લાખના ખર્ચે કરવામાં આવતા તેનું ખાતમુહુર્ત ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડના હસ્તે તેમજ વોર્ડ પ્રભારી રમેશ અકબરી, વોર્ડ પ્રમુખ દીલીપ લુગાગરીયા, મહામંત્રી દિનેશ ડાંગર, મુકેશ ધનસોતાની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યો હતુ. આ તકે પુર્વ કોર્પોરેટર પ્રીતીબેન પનારા, રસીલાબન સાકરીયા, કલ્પનાબેન કિયાડા, સંજય ચાવડા, નીલેશ ખુંટ, દીપક પનાર સહીત ભાજપ અગ્રણીઓ તેમજ સ્થાનીક અગ્રણીઓ વિનોદભાઇ બોદરીયા, જીલાભાઇ બોદરીયા, ગોવિંદભાઇ બોદરીયા, લાલાભાઇ, રેવાભાઇ, પ્રભાતભાઇ ગરૈયા, રણજીતભાઇ રાઠોડ, રઘુભાઇ સાંચલા, અજયભાઇ મુંધવા, ચનાભાઇ સાંચલા, જગાભાઇ રાતડીયા, નરેન્દ્ર વાઢેર, દેવાભાઇ બોરચરીયા, પોપટભાઇ મુંધવા, નાથુભાઇ દેવીપુજક વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:43 pm IST)