Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

વર્ષ નવું, દિવસો જૂના...બહુમાળી પાસે બાળ મજૂરી !

સરકાર વિકાસની વાતો કરે છે. ૨૦૨૧નું વર્ષ શરૂ થયું છે, પરંતુ મોટાભાગના સામાન્ય લોકો માટે તો દિવસો જૂના જેવા જ છે. તસ્વીરમાં બાળકો મજૂરી કરતા નજરે પડે છે. આ કોઇ ગામડાની તસવીર નથી. રાજકોટની છે. બહુમાળી ભવન પાસેની શેરીમાં જ બાળકો મજૂરી કરતા નજરે પડે છે. મજૂરી કરાવનાર પરિવાર તો લાચાર હશે, બાળ કલ્યાણના નામે મોટા પગાર ચાઉં કરનારા અધિકારીઓ સામે પગલાં શા માટે નથી ભરાતા? સંવેદનાના નાટક કર્યા વગર બાળકો પ્રત્યે તો નક્કર સંવેદના દાખવો...

કિલક - કહાની

તસ્વીર - અહેવાલ

અશોક બગથરીયા

(3:42 pm IST)