Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

વિજયભાઇ રૂપાણી બન્યા વોર્ડ નં. ૧૦ અને બુથ નં. ર ના પેજ પ્રમુખ

રાજકોટ : પ્રદેશ ભાજપની યોજનાનુસાર હાલ ગુજરાતભરમાં પેજપ્રમુખ અને પેજસમિતિની કામગીરી જોરશોરથી ચાલી રહી છે જેમાં પેજપ્રમુખ એક માઇક્રો લેવલ કાર્યકર્તા હોય છે. ત્યારે  શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેરના તમામ વોર્ડમાં પેજ પ્રમુખ- પેજ સમિતિની કામગીરી ચાલી રહી છે. પેજ પ્રમુખ બનનાર કાર્યકર્તાઓને આઇકાર્ડ આપવામાં આવે છે. શહેરના વોર્ડ નં. ૧૦ ના બુથ નં. ૨ ના પેજ પ્રમુખ અને પેજ સમિતિ માટે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને તેમના ધર્મપત્નિ અંજલીબેન રૂપાણીએ  સબમીટ કરી કાર્યકર્તા તરીકેના દાયિત્વને અદા કર્યુ હતુ. આ તકે ધનસુખ ભંડેરી, નીતિન ભારદ્વાજ, કમલેશ મિરાણીએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને અંજલીબેન રૂપાણીને પેજપ્રમુખનું આઇકાર્ડ અર્પણ કરી સન્માનીત કરેલ. તે સમયની તસ્વીર નજરે પડે છે.

(3:42 pm IST)