Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

યજ્ઞ કાર્યથી નવા વર્ષના વધામણા

વિરાણી હાઇસ્કુલમાં દર વર્ષે ૩૧ ડીસેમ્બરની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવે છે. જેમાં સેવાની હુંફ અંતર્ગત વિદ્યાર્થીઓ પોતાની ઘરેથી તેમજ આસપાસથી ગરમ પહેરવાલાયક વસ્ત્રો એકત્રિત કરીને શાળાને અર્પણ કરે છે. આ વર્ષે કોરોનાના કહેરના કારણે આ ઉજવણી શકય ન હોય નવતર પ્રયોગ અજમાવાયો હતો. કોરોનામાં મૃત્યુ પામેલા દિવંગતોની આત્મ શાંતિ માટે તેમજ કોરોના વોરીયર્સના સ્વાસ્થ્ય તેમજ સુખાકારી માટે વિશ્વ કલ્યાણની ભાવનાથી શાળાના મધ્યસ્થ ખંડમાં શાંતિ યજ્ઞ કરવામાં આવ્યો હતો.  ઉપરાંત શાળા કર્મચારી અને સેવાર્થીઓના સહયોગથી ૫૦૧ ગરમ ધાબળા વિતરણ કરવા માટે સેવાકીય સંસ્થા વિવેકાનંદ યુથ કલબને અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિવેકાનંદ યુથ કલબના અનુપમભાઇ દોશી, સીટી ન્યુઝના નિતિનભાઇ નથવાણી, સી. જે. ગ્રુપના ચિરાગભાઇ ધામેચા, અગ્રણી ધીરૂભાઇ ડોડીયા, ડો. અંકુર સીણોજીયા, એ.એસ.આઇ. ડી. વી. ખેર તેમજ સફાઇ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.યજમાન પદે શાળાના ઓ. એસ. શ્રીમતી મહેતાએ લાભ લીધો હતો. તેમ શાળા આચાર્યશ્રી હરેન્દ્રસિંહ ડોડીયાની યાદીમાં જણાવાયુ છે.

(2:49 pm IST)