Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

કર્ફયુ અને કડક બંદોબસ્ત કામ કરી ગયાઃ ૩૧મીની ઉજવણી માટે કોઇ બહાર ન નીકળ્યું: છતાં 'ડમડમ' હાલતમાં ૮ અને દારૂ સાથે ૩ પકડાયા : રાજકોટ જીલ્લામાં એકપણ દારૂ સાથે કે પીધેલી હાલતમાં ઝપટે ન ચડ્યાં

શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી.વી. બસીયા, એસીપી જે. એસ. ગેડમ જાતે પેટ્રોલીંગમાં નીકળ્યાઃ ઠેકઠેકાણે બંદોબસ્તઃ ગોંડલ જવા નીકળેલા પરિવારને પોલીસે પીસીઆર વેનમાં બેસાડી ગોંડલ ચોકડીએ પહોંચાડ્યું

રાજકોટઃ  એક પરિવાર ચાલીને જતું હોઇ તેને ગોંડલ જવું હોઇ એ લોકોને પીસીઆર વેનમાં બેસાડી પોલીસે ગોંડલ ચોકડીએ પહોંચાડેલ તે જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

થર્ટીફર્સ્ટ અનુસંધાને ગઈકાલે રાત્રે રૂરલ એસ.પી. બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ રાજકોટ જીલ્લાના શાપર-વેરાવળ, પડધરી તથા લોધીકા પોલીસ મથક સહિત જીલ્લામાં ૧૨ ચેકપોસ્ટો ઉપર પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાયુ હતું. પણ કોઈ દારૂ સાથે કે દારૂ પીધેલ હાલતમાં વાહન હંકારતા મળી આવ્યા ન હતા. રાજકોટ શહેરમાં કર્ફયુને કારણે જીલ્લા પોલીસ મથકની હદમા ફાર્મ હાઉસો તથા ચેકપોસ્ટ ઉપર સઘન પોલીસ ચેકીંગ હોઇ દારૂ પી થર્ટીફર્સ્ટની ઉજવણી કરનારા કોઈ શખ્સો ફરકયા ન હતા. રૂરલ ક્રાઈમ બ્રાંચના પી.આઈ. એ.આર. ગોહિલ તથા એસઓજીના પીએસઆઈ એચ.એમ. રાણા તથા જીલ્લામા સ્થાનિક પોલીસ મથકના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા થર્ટીફર્સ્ટ અનુસંધાને કડક પોલીસ ચેકીંગ હોય કોઈ દારૂ પીધેલા શખ્સો બહાર ફરકયા ન હતા.

(1:12 pm IST)