Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

યુનાઇટેડ ઇન્ડીયા ઇન્સ્યોરન્સ કંપનીની તરફેણમાં ગ્રાહક સુરક્ષા ફોરમનો ચુકાદો

રાજકોટ, તા., ૧: ગ્રાહક તકરાર નિવારણ કમીશન, અમરેલી યુનાઇટેડ  ઇન્ડીયા ઇન્સ્યુ. કાુ.લી.ની તરફેણમાં ચુકાદો આપેલ હતો.

આ કેસની હકીકત મુજબ જાફરાબાદ તાલુકાના વતની ભાણાભાઇ લખમણભાઇ મેવાડાનું તા. ર-૮-૧૩ના રોજ દિવાલ ધસી પડતા મૃત્યુ થયેલ. ગુજરનારના વારસદારોએ વિમા કંપની પાસેથી ખાતેદાર ખેડુતનો, દેનાબેંક રાજુલા શાખા માફરતે કિશાન ક્રેડીટ કાર્ડ યોજના હેઠળ વિમા પોલીસી હોય, ગુજરનારના વારસદારોએ વળતરની રકમ રૂ. ૧,૦૦,૦૦૦ મેળવવા ફરીયાદ દાખલ કરેલી. ફરીયાદીએ વિશેષમાં રજુઆત કરેલી કે, પોસ્ટ માટે અને ઇન્કવેસ્ટ પંચનામા મુજબ અકસ્માતની તારીખે ગુજરનારની ઉંમર ૭૦ વર્ષ પુરી થયેલ નથી. વિશેષમાં ગામના તલાટીએ આપેલ દાખલા મુજબ પણ ગુજરનારની ઉંમર ૭૦ વર્ષ કરતા ઓછી છે. તેઓને વિમા પોલીસી નીચે જોખમ કવર થાય છે અને વળતર મેળવવા હકદાર છે.

અમરેલી ગ્રાહક તકરાર નિવારણ કમીશને ફરીયાદીની ફરીયાદ ચાલવા પાત્ર નથી અને ગુજરનારની ઉંમર ૭૦ વર્ષથી વધુ છે તેવુ માની ફરીયાદીની ફરીયાદ રદ કરી અને યુનાઇટેડ ન્ઇન્ડીયા ઇન્સ્યુ. કાુ.લી.ની તરફેણમાં ચુકાદો આપેલ છે.

આ કામે યુનાઇટેડ ઇન્ડીયા ઇન્સ્યુરન્સ કાુ.લી. તરફે રાજકોટના સીનીયર એડવોકેટ શ્રી પી.આર.દેસાઇ તથા સુનીલભાઇ વાઢેર તથા સંજય નાયક એડવોકેટ તરીકે રોકાયેલ હતા.

(12:56 pm IST)