Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

એઇમ્સથી સૌરાષ્ટ્રમાં આરોગ્ય ક્ષેત્રે મોટી ક્રાંતિ : રાજકોટ જિલ્લા ભાજપ

રાજકોટ તા. ૧ :  એઇમ્સ રાજકોટને મળતા સૌરાષ્ટ્રમાં આરોગ્ય ક્ષેત્રે મોટી ક્રાંતિ સર્જાઇ હોવાની ખુશી રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, મહામંત્રીઓ નાગદાનભાઇ ચાવડા, મનસુખભાઇ રામાણી, મનીષભાઇ ચાંગેલાએ વ્યકત કરી છે.

સંયુકત યાદીમાં જણાવેલ છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના પ્રયાસોથી સૌરાષ્ટ્રને એઇમ્સનું વર્ષોનું સ્વપ્ન સાકાર થયુ છે. રૂ.૧૧૯૫ કરોડના ખર્ચે બનનાર આ અદ્યતન હોસ્પિટલથી સૌરાષ્ટ્ર ગુજરાતના છેવાડાના માનવીને પણ મોંઘામાં મોંઘી સારવાર ઘર આંગણે મળશે. ભુમિપુજનની ઘડીને લોકોએ હર્ષભેર વધાવી હોવાનું અંતમાં શ્રી ખાચારીયા, શ્રી ચાવડા, શ્રી રામાણી, શ્રી ચાંગેલાએ જણાવ્યુ છે.

(12:55 pm IST)