Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

રાજકોટ ઠંડા.. ઠંડા... કુલ... કુલ...૧૦.૧ ડિગ્રી

ફુંકાતા બર્ફીલા પવનમાં આંશિક ઘટાડો પણ ઠાર યથાવતઃ શહેરીજનો ગરમ વસ્ત્રોમાં સજજ

રાજકોટઃ તા.૧, નવા વર્ષના પ્રથમ દિવસે ઠંડીનો માહોલ જળવાઇ રહયો છે. ઠંઠીનો પારો પણ ૧૦ ડિગ્રીની આજુબાજુમાં જ ઘુમી રહયો છે. આગામી સપ્તાહમાં પણ ઠંડીનું મોજુ જળવાઇ રહે તેવી પુરી શકયતા છે.

રાજકોટ શહેરમાં આજે ૧૦.૧ ડિગ્રી લધુતમ તાપમાન નોંધાયું છે. ઠંડીમાં અને બર્ફીલા પવનમાં આંશિક ઘટાડો તો થયો છે પરંતુ ઠાર હજુ યથાવત છે.

ગઇકાલે વર્ષનો અંતિમ દિવસ એટલે થર્ટીફર્સ્ટની રાત્રી હતી. દર વર્ષે શહેરમાં ઠેકઠેકાણે અનેકવિધ આયોજનો થતા હોય છે. પરંતુ આ વખતે કોરોનાની મહામારીના પગલે અને શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી રાત્રી કર્ફયુ લાદવામાં આવ્યો હોય. શહેરના તમામ રસ્તાઓ સુમસામ ભાંસી રહયા હતા. રંગીલા રાજકોટીયનોએ પોતપોતાના ઘરમાંજ નવા વર્ષની ઉજવણી કરી હતી.

ઠંડીની વાત કરીએ તો આવતા દિવસોમાં પણ હજુ કડકડતી ઠંડીની અસર જોવા મળશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાં ઠંડીનું મોજુ જળવાઇ રહેશે.

(11:30 am IST)