Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

૩૧મી ડિસેમ્બરના બંદોબસ્તમાં વ્યસ્ત ક્રાઇમ બ્રાંચના પીઆઇ, પીએસઆઇ અને પોલીસમેનના જન્મ દિવસની કેકેવી ચોકમાં કેક કાપી ઉજવણી

બાર બાર યે દિન આયે, બાર બાર યે દિલ ગાયે...તુમ જીયો હજારો સાલ...હેપ્પી બર્થ ડે ટુ યુ... : પી.આઇ. એચ. એમ. ગઢવી, પીએસઆઇ આર. સી. કાનમીયા અને કોન્સ. રામભાઇ આહિરને ઉચ્ચ અધિકારીઓએ શુભકામના પાઠવીઃ પી.આઇ. ગઢવીના ધર્મપત્નિ, બાળકો તેમજ બહેન-બનેવી પણ ફરજના સ્થળે પહોંચી બર્થ ડેની ઉજવણીમાં સામેલ થયા

રાજકોટઃ શહેરીજનો ૩૧મી ડિસેમ્બરની ઉજવણી શાંતિપૂર્વક રીતે કરી શકે તે માટે શહેર પોલીસે મોડી રાત સુધી બંદોબસ્ત ગોઠવી ઉજાગરા કર્યા હતાં. રાત્રીના બાર વાગ્યે સોૈ કોઇ એક બીજાને હેપ્પી ન્યુ યરના સંદેશા-શુભેચ્છા પાઠવી રહ્યા હતાં ત્યારે ફરજ પર રહેલા ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એચ. એમ. ગઢવી અને પીએસઆઇ આર. સી. કાનમીયા તથા માલવીયાનગરના કોન્સ. રામભાઇ આહિરનો તા.૧ જાન્યુઆરીના જન્મદિવસ હોવાની ખબર પડતાં સાથી કર્મચારીઓએ આ અધિકારીઓ જ્યાં પેટ્રોલીંગમાં હતાં તે કેકેવી ચોક ખાતે જ કેક લઇ પહોંચી જઇ ચોકમાં જ ત્રણેયના જન્મદિવસની ઉજવણી કરી હતી. આ વખતે રાઉન્ડમાં નીકળેલા પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર શ્રી સિધ્ધાર્થ ખત્રી અને ડીસીપી શ્રી મનોહરસિંહ જાડેજાએ પણ ત્રણેયને કેક ખવડાવી શુભકામના પાઠવી હતી. પી.આઇ. એચ. એમ. ગઢવીને જન્મદિવસની શુભકામના પાઠવવા તેમના ધર્મપત્નિ દિપ્તીબેન ગઢવી, પુત્રી મિનલ તથા પુત્ર કરણ અને બનેવી રાજુભાઇ ગઢવી તથા બહેન અરૂણાબેન ગઢવી પણ કેકેવી ચોકમાં કેક લઇને પહોંચ્યા હતાં અને સેલિબ્રેશન કરી પી.આઇ. ગઢવી સાથે પીએસઆઇ કાનમીયા અને કોન્સ. રામભાઇને પણ શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે ફૂગ્ગા વેંચતી એક ગરીબ બાળાને પણ ત્રણેયએ મીઠુ મોઢુ કરાવી રોકડ રકમની ભેટ આપતાં તે ખુશખુશાલ થઇ ગઇ હતી. તસ્વીરમાં પોલીસ કમિશ્નરના આશીર્વાદ લઇ રહેલા પી.આઇ. એચ. એમ. ગઢવી, કેક કાપી રહેલા પીએસઆઇ આર. સી. કાનમીયા તથા સેલિબ્રેશન બાદ ત્રણેયના ચહેરા કેકથી રંગી દેવાયા હતાં તે જોઇ શકાય છે. નીચેની તસ્વીરોમાં પી.આઇ. એચ. એમ. ગઢવીને તેમના પરિવારજનો શુભેચ્છા પાઠવતાં જોઇ શકાય છે. તેમણે સફળ જિંદગીના ૪૮વર્ષ પુરા કર્યા છે. જ્યારે પીએસઆઇ કાનમીયાનો આ ૩૩મો જન્મદિવસ છે. તેમજ કોન્સ. રામભાઇ આહિરે ૩૫ વર્ષ પુરા કર્યા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:42 pm IST)