Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

જાળીયાના પુર્વ સરપંચને હનીટ્રેપમાં ફસાવવાના ગુનામાં બે યુવતિ જામીન પર

રાજકોટ તા.૧: પૂર્વ સરપંચને હની ટ્રેપમાં ફસાવેલ બે યુવતીઓનો કોર્ટે જામીન ઉપર છુટકારો ફરમાવેલ હતો.

આ બનાવની વિગત એવી છે કે આ કામના ફરીયાદી જાળીયા ગામના પૂર્વ સરપંચ હંસરાજભાઇ પ્રેમજીભાઇ પટેલ, ઉ.વ.આ.૫૮ને ફાસાવી ૫૦ હજાર પડાવનાર બે યુવતી અને એક મહિલા સહીત ત્રણે યુવતીની પ્ર.નગર પોલીસે ધરપકડ કરેલ.

સદરહુ ફરીયાદ બાદ જેલ હવાલે રહેલ આરોપી ચાર્મીબા ડો/ઓ રાકેશભાઇ ડોડીયા તેમજ ક્રિષ્નાબેન વા/ઓ રાકેશભાઇ ડોડીયાએ પોતાના એડવોકેટ શ્રી અમીત એન.જનાણી મારફત સેશન્સ અદાલતમાં જામીન અરજી ગુજારેલ.

બચાવ પક્ષે તેમના વકીલશ્રઈ અમીત એન.જનાણી એ દલીલમાં જણાવેલ કે સદરહુ આરોપીઓનો કોઇ ગુનાહીત ભુતકાળ ધરાવતા નથી. તેમજ આરોપી સ્ત્રી હોય અને સુપ્રિમ કોર્ટે પ્રસ્થાપિત કરેલા સિધ્ધાત મુજબ જામીન અરજીના નિર્ણય વખતે અદાલતે રેકર્ડ પરના પુરાવાઓના ગુણદોષ ઉપર નહી પરંતુ આરોપીને જામીન ઉપર છોડવાને પાત્ર છે કે કેમ? તેટલુ જ નીરીક્ષણ કરવાનુ રહે છે. તે સંજોગોમાં તેમજ ગુજરાત હાઇકોર્ટે પ્રસ્થાપિત કરેલ સિધ્ધાત મુજબ અરજદાર સામેનો કેસ કયારે શરૂ અને પુરો થશે તે નક્કી ન હોય તે સંજોગોમાં જામીનના પ્યુનીટીવ અને પ્રિવેન્ટીવ નથી તે હકકીત તેમજ જામીન એ નિયમ અને જેલએ અપવાદ મુજબ જામીન ઉપર છોડવા દલીલો કરેલ.

ઉપરોકત દલીલોને ધ્યાને લઇ કોર્ટે બંને આરોપીઓને રૂ.૨૦,૦૦૦ તથા રૂ.૨૦,૦૦૦ ના શરતી જામીન ઉપર છોડવા હુકમ ફરમાવેલ હતો. આ કામે આરોપી યુવતિઓ વતી એડવોકેટ અમિત એન.જનાણી રોકાયા હતા.

(3:31 pm IST)